ETV Bharat / sukhibhava

આંખો નીચે Dark Circles દૂર કરી ત્વચાની સંભાળ લેવા આ રહી અસરદાર ટિપ્સ - આંખોનું સ્વાસ્થ્ય

લાંબા સમયનો સ્ક્રીનટાઈમ આપણી આંખોના સ્વાસ્થ્ય તેમ જ તેની આસપાસની ત્વચાને ઘણી અસર કરે છે. જેથી આંખોની આસપાસ કાળાશ-Dark Circles જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. આવો જાણીએ કે તમે થોડી કાળજી રાખીને આ સમસ્યાથી કેવી રીતે છૂટકારો મેળવી શકશો.

આંખો નીચે Dark Circles દૂર કરી ત્વચાની સંભાળ લેવા આ રહી અસરદાર ટિપ્સ

author img

By

Published : Oct 6, 2021, 4:16 PM IST

  • આંખોની આસપાસ કાળાશ-Dark Circles અને એવી સમસ્યાઓની પરેશાની
  • આંખોને તાજગીસભર અને સ્વસ્થ રાખવાની અસરકારક ટિપ્સ
  • ETV Bharat Sukhibhav નિષ્ણાત પાસેથી જાણો ઉપાયો

કોવિડ -19 રોગચાળાની અસર હવે ભલે ઓછી થઈ હોય અને લોકોનું જીવન ફરી પાટે ચડતું દેખાતું હોય, પરંતુ હજુ પણ મજબૂરી કહો કે જરૂરિયાત, તમામ ઉંમરના લોકો તેમનો મોટાભાગનો સમય કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને ટીવીની આસપાસ પસાર કરે છે. આ જ કારણ છે કે આંખોમાં શુષ્કતા અથવા ઓછું દેખાવું કે આંખોની આસપાસ કાળાશની (Dark Circles) સમસ્યામાં વધારો થયો છે.

સતત કામને કારણે આંખોની આસપાસ આ ડાર્ક સર્કલ (Dark Circles) અથવા ડાર્ક પિગમેન્ટેશનને કારણે લોકો થાકેલાં દેખાય, સૂજેલાં દેખાય અને વ્યક્તિ બીમાર લાગે છે અથવા ઊંઘથી વંચિત લાગે છે. આ દેખવામાં સારું નથી લાગતું. હવે સ્કૂલ, અભ્યાસ અને ઓનલાઈન ઓફિસના કારણે દરેક વ્યક્તિ માટે પોતાની ઈચ્છા મુજબ સ્ક્રીનટાઈમ ઘટાડવો તો શક્ય નથી, પણ આંખોની થોડી કાળજી રાખીને ડાર્ક સર્કલ ચોક્કસપણે ઘટાડી શકાય છે.

કેમ થાય છે Dark Circles

આંખોની આસપાસ ડાર્ક સર્કલ (Dark Circles) એટલે કે કાળાશ મોટેભાગે આંખની ચોતરફની એક ગોળાકાર માંસપેશી જેને ઓર્બિક્યુલિસ ઓકુલી કહેવાય છે તેની નીચે ગાઢ મરુન રંગના પિગમેન્ટેન્શનની રચનાને કારણે થાય છે. વાસ્તવમાં આંખોની આસપાસની ત્વચા ખૂબ પાતળી હોય છે, જેના કારણે ઓર્બિક્યુલિસ ઓકુલીમાં પિગમેન્ટેન્શન ઉપરની ત્વચા પર પણ દેખાવા લાગે છે. આ સિવાય મોબાઈલ અથવા લેપટોપની સ્ક્રીન પરથી નીકળતો પ્રકાશ આંખોની આસપાસની ત્વચાના ભેજને પણ અસર કરે છે, જેના કારણે આંખોમાં સોજો, સૂકી અને ગાઢ રંગની દેખાવા માંડે છે. અમારા નિષ્ણાતોની સલાહ સાથે અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરી રહ્યાં છીએ જે આંખોની આસપાસના ડાર્ક સર્કલ ઘટાડી શકે છે.

ઈન્દોર સ્થિત સૌંદર્ય અને મેક-અપ નિષ્ણાત સવિતા શર્મા કહે છે કે કોરોનાના સમયગાળા દરમિયાન અત્યાર સુધી એવી ઘણી મહિલાઓના ફોન આવ્યાં છે અથવા તે પોતે તેના સલૂનમાં આવી છે જે આ સમસ્યાનો સામનો કરી રહી છે. ઓફિસો હવે ખુલી રહી હોવાથી આંખોની આસપાસના ડાર્ક સર્કલ્સ (Dark Circles) તેમના વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને અસર કરી રહ્યાં છે. દરેક વ્યક્તિનો પ્રશ્ન એ છે કે મેકઅપ વગર કુદરતી રીતે ડાર્ક સર્કલથી કેવી રીતે છૂટકારો મળી શકે.

કેવી રીતે સમસ્યા થશે દૂર

સવિતા શર્મા જણાવે છે કે આ સમસ્યાને યોગ્ય ત્વચા સંભાળ અને પૌષ્ટિક આહારની મદદથી ઉકેલી શકાય છે. તેઓ કહે છે કે આ સમસ્યાથી પીડાતા લોકોએ તેમના આહારમાં તમામ જરૂરી પોષક ખોરાક, ખાસ કરીને વિટામિન સી અને ઇનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય યોગ અને ચહેરાનો મસાજ કરવાથી પણ ડાર્ક સર્કલની (Dark Circles) સમસ્યા ઓછી કરવામાં ફાયદો થઈ શકે છે.

આંખની સારી તંદુરસ્તી માટે તમારી દિનચર્યામાં કેટલાક નિયમોનો સમાવેશ કરવો અસરકારક બની શકે છે, જેમ કે:

  • પૂરતી ઊંઘ લેવાથી ડાર્ક સર્કલ ઘટાડી શકાય છે.
  • ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે વારંવાર વિરામ લો.
  • સ્ક્રીનનો પ્રકાશ ઘટાડવા માટે સ્ક્રીનની લાઈટ ઓછી રાખો.
  • તમારી આંખોને સ્ક્રીનથી એક હાથના અંતરે રાખો.
  • સૂતાં પહેલાં 40 મિનિટ પહેલાં આંખોની નીચે ક્રીમ લગાવો અને હળવા હાથે મસાજ કરો.
  • લીલી ચાની કોલ્ડ ટી બેગ, બટાકાના પતીકાં અને ગુલાબજળમાં પલાળેલા રુને બંધ આંખો પર રાખી મૂકો. તેનાથી રક્તવાહિનીઓની તાણ ઘટાડવામાં મદદ કરે છે. તે ડાર્ક સર્કલ ઓછાં થશે, આંખોને તાજગી લાગશે અને રાહત પણ મળશે.
  • આંખો બંધ કરીને તેની આજુબાજુની ત્વચા તથા ભ્રમર પર આંગળીઓથી સતત મસાજ જેવા સ્ટ્રોક્સ આપો.
  • આ સિવાય ડોક્ટરની સલાહ લઇને આંખને આરામ આપનાર આઈડ્રોપ્સનો ઉપયોગ પણ આંખોને ઠંડક આપે છે.
  • સવિતા શર્મા જણાવે છે કે થોડીક કાળજી અને ધ્યાન રાખવાથી ન માત્ર ડાર્ક સર્કલ પણ આંખોના થાક જેવી અન્ય સમસ્યાઓથી પણ ઘણી રાહત મળી શકે છે.

આ પણ વાંચોઃ Fruits And Vegetables ખાતાં બાળકો માટે ખુશખબર, કેમ કે એક બહુ મોટો લાભ મળે છેઃ અભ્યાસ

આ પણ વાંચોઃ વાળને સુંદર, સ્વસ્થ અને મજબૂત બનાવવા છે? આ છે તેલ માલિશની સાચી રીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.