ETV Bharat / sukhibhava

Season Of Diseases: ચોમાસુ એટલે રોગોની ઋતુ, બચાવ કઇ રીતે કરી શકાય? - ઈટીવી ભારત સુખીભવ

ચોમાસુ તેની સાથે અનેક રોગો (Season Of Diseases) લાવે છે. આ season નો વરસાદ ( Monsoon ) મનને આકર્ષિત કરે છે તો બીજીતરફ વરસાદને કારણે અનેક પ્રકારના ચેપ અને રોગોના પરિબળો પણ ખીલે છે. ETV Bharat Sukhibhav ચોમાસામાં લોકો કયા રોગો અને ચેપથી પીડાય છે તે વિશે વધુ જાણવા હૈદરાબાદના વરિષ્ઠ ચિકિત્સક ડો.રાજેશ વુક્કાલા સાથે વાત કરી હતી.

Season Of Diseases: ચોમાસુ એટલે રોગોની ઋતુ,  બચાવ કઇ રીતે કરી શકાય?

author img

By

Published : Jul 17, 2021, 8:43 PM IST

  • બીમારીઓની મોસમ કહેવાય છે Monsoon
  • કોરોના તો છે જ, ત્યાં વરસાદી સીઝનમાં થતી બીમારીથી (Season Of Diseases) ચેતો
  • કયા રોગ અને સંક્રમણ આ સીઝનમાં વધે છે તે જાણો ડોક્ટર રાજેશ વુક્કાલા પાસેથી

ન્યૂઝ ડેસ્ક: ચોમાસાની season રોગોની મોસમ (Season Of Diseases) કહેવાય છે. જોકે હાલમાં કોરોનાને કારણે સામાન્ય લોકો પણ એટલા જ ચિંતિત છે, પરંતુ વરસાદની મોસમમાં થતી બીમારીઓ પણ લોકોની ચિંતામાં વધારો કરી રહી છે.

ચોમાસુ અને બીમારીઓ

ડો.રાજેશ વુક્કાલા સમજાવે છે કે વરસાદની ઋતુમાં પર્યાવરણીય પરિવર્તનને લીધે ભેજ અને ભેજના લીધે ઘણા વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. જે શરીરને જુદી જુદી રીતે અસર કરી શકે છે. આ સિવાય આ મોસમને મચ્છરની મોસમ પણ કહેવામાં આવે છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના અનેક પ્રકારના રોગો લોકોને અસર કરે છે. ચોમાસા દરમિયાન સૌથી સામાન્ય રોગો (Season Of Diseases) નીચે મુજબ છે.

Season Of Diseases: ઝાડા

ડાયેરિયાને ઝાડા તરીકે ઓળખાતી આ બીમારી ( Season Of Diseases) ચોમાસામાં થતી સામાન્ય બીમારી છે. તે આંતરડામાં માઇક્રોબેક્ટેરિયલ સંક્રમણને કારણે થાય છે અને દવા અને સંભાળ રાખવાથી 2-4 દિવસની અંદર મટી શકે છે. ઝાડા થવા માટે રોટોવાયરસ / નોરોવાયરસ મુખ્યત્વે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઝાડા સામાન્ય રીતે નાના બાળકો, કુપોષિત લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને અસર કરે છે. કેટલીકવાર નાના બાળકોમાં જો આ સમસ્યાની કાળજી લેવામાં ન આવે તો તેમના મૃત્યુનું કારણ બની શકે છે. આ સમસ્યાથી બચવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક (વાસી અને બહારનો ખોરાક) ન આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે તાજું અને સુપાચ્ય ભોજન હંમેશા લેવું જોઈએ અને મહત્તમ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

Season Of Diseases: ડેન્ગ્યૂ- મેલેરિયા- ચિકનગુનિયા

ચોમાસાના દિવસોમાં મચ્છરોનો પ્રકોપ એ હદે વધી જાય છે કે જેનાથી ડેન્ગ્યૂ, તાવ મેલેરિયા, ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી જાય છે. સામાન્ય રીતે આ સમસ્યાઓની અસર દર્દી પર 7-10 દિવસ સુધી રહે છે. ડેન્ગ્યુ / મેલેરિયાના કિસ્સામાં દનાર્દી શરીરમાં દુખાવો, નબળાઇ-થાક અને નીચાથી મધ્યમ તાવ જેવા લક્ષણો છે. જો સમસ્યા ગંભીર હોય તો આ રોગો જીવલેણ પણ હોઈ શકે છે. તેની આડઅસરો મગજ, હૃદય, યકૃત અને કિડની પર લાંબા સમય સુધી દેખાઈ શકે છે. તેથી ચોમાસામાં ( Season Of Diseases) મચ્છરોથી દૂર રહેવા માટે સ્વચ્છતાની સાથે સાથે શક્ય પ્રયત્નો કરવા જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ પ્રાચીન યોગિક પદ્ધતિથી સિંહ ક્રિયા આસન- Simha Kriya Asana કરો, ઇમ્યૂનિટીમાં વધારો કરો

Season Of Diseases: મોસમી ફ્લૂ

આજકાલ કોરોના સંક્રમણનો ભય તો છેજ, પરંતુ સામાન્ય સંજોગોમાં આ સિઝનમાં ( Season Of Diseases) ફલૂ એટલે કે ઈન્ફલ્યુએન્ઝા થવાની સંભાવના પણ ઘણી વધારે છે. ચોમાસુ શરૂ થતાંની સાથે જ ફ્લૂ વાયરસ વાતાવરણમાં સક્રિય થઈ જાય છે. આમાં દર્દીને શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે આ રોગ 7-10 દિવસમાં મટે છે, પરંતુ તે સંક્રમણ રોગમાં એવું છે કે તેે એક વ્યક્તિથી બીજામાં ફેલાવાનું જોખમ વધારે છે.

ડો. રાજેશ વુક્કાલા કહે છે કે ચોમાસા દરમિયાન આરોગ્યની વિશેષ કાળજી લેવાની જરૂર હોય છે. મોસમી રોગો, ખાસ કરીને મચ્છરો દ્વારા થતાં રોગોને રોકવા માટે ઘર અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રાખવાની સાથે જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવો જોઇએ. આ સાથે ખુલ્લાં નાળાંને સ્વચ્છ રાખવું અને ખુલ્લી જગ્યામાં પાણી એકઠું થવા ન દેવું જોઇએ. હંમેશાં તાજા, પૌષ્ટિક અને સુપાચ્ય હોય એવો ખોરાક, ઘરે રાંધેલા ખોરાકનો ઉપયોગ કરો અને સડક કિનારે ઊભા રહેતાં ખૂમચાવાળા નાસ્તાઓ કે ભોજનને ટાળવું જોઇએ. સાથે જ નિયમિત કસરત કરવી જોઈએ.

આ પણ વાંચોઃ અનિદ્રાના રોગોમાં Ayurveda સારવાર ઉપયોગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.