ETV Bharat / sukhibhava

તણાવ ક્યારેક જીવલેણ સ્વરૂપ પણ લઈ શકે છે તેથી જાણો તણાવની સારવાર - mental health of teenager

સતત અને સખત વ્યસ્તાને કારણે (Stress Management healthy life) વ્યક્તિ ઘણીવાર સ્ટ્રેસ ફીલ કરે છે. ખાસ કરીને જ્યારે વેપાર ધંધા કે નોકરીમાં કાર્યભાર વધે છે ત્યારે એની અસર શરીર પર થાય છે. પણ સ્ટ્રેસ છે કે કંઈ બીજું એ જાણવા માટેના કેટલાક ચોક્કસ લક્ષણ હોય છે. સ્ટ્રેસ ફીલ થાય ત્યારે સૌથી પહેલા તબીબોનો (Stress feeling mindset) સંપર્ક કરવો જોઈએ. આ સિવાય પણ એવા કેટલાક લક્ષણ છે જેને સરળતાથી ઓળખી શકાય છે. જોઈએ એક અહેવાલ

Etv Bharatતણાવ ક્યારેક જીવલેણ સ્વરૂપ પણ લઈ શકે છે તેથી જાણો તણાવની સારવાર

author img

By

Published : Oct 11, 2022, 5:32 PM IST

ન્યૂઝ ડેસ્કઃ જ્યારે વ્યક્તિની લાઈફસ્ટાઈલ બદલાય છે. એ સમયે પણ તે સ્ટ્રેસનો શિકાર બને છે. શરીરની પ્રતિક્રિયામાં પણ ફેરફાર થાય છે. સ્ટ્રેસ ક્યારેક જીવલેણ સ્વરૂપ પણ લે છે. તેથી, સ્ટ્રેસ ઈફેક્ટ (effects of stress) દેખાય તે પહેલાં, લક્ષણો, કારણો અને સારવાર શું છે એ જાણીને પગલાં લેવા જોઈએ. તણાવ કે સ્ટ્રેસ એ બીજું કંઈ નહીં પણ પણ શરીરની એક એવી પ્રતિક્રિયા છે. જેની શરૂઆત વ્યક્તિના મનથી થાય છે. ક્યારેક સ્ટ્રેસ પોઝિટિવ (positive effects of stress) પણ હોઈ શકે છે. જે સામેથી મળતા પ્રતિસાદને તથા પરિસ્થિતિને ટેકલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જોખમને ટાળવા માટે પણ ઉપયોગી પુરવાર થાય છે.

સમજો ઉદાહરણ સાથેઃ ઉદાહરણ તરીકે, જો તમે ટૂંક સમયમાં પરીક્ષા લેવા જઈ રહ્યા છો, તો તમારો તણાવ પ્રતિભાવ તમારા શરીરને વધુ સખત મહેનત કરવા અને લાંબા સમય સુધી જાગૃત રહેવા માટે તૈયાર કરે છે. પરંતુ આ વધારે પડતો સ્ટ્રેસ સમસ્યા બની જાય છે. ખાસ કરીને જ્યારે તણાવગ્રસ્ત વ્યક્તિ જ્યારે કોઈ પ્રકારનો રેસ્ટ લેવાનું ટાળે છે. જ્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. લોકો વારંવાર મારી પાસે તણાવ સબંધી ચર્ચાઓ અને સલાહ માટે આવતા હતા. પરંતુ હવે જે નવી વાત દેખાઈ રહી છે તે દર્શાવે છે કે, બાળકોમાં તણાવના લક્ષણો આવી રહ્યા છે અને તેના કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર થઈ રહી છે. -- ડૉ. પ્રમોદ પાઠક (ઈટાલિક કરીને લેવું)

તણાવપૂર્ણ પરિસ્થિતિ: તમારા શરીરની ઓટોનોમિક નર્વસ સિસ્ટમ હૃદયના ધબકારા, શ્વાસ અને દ્રષ્ટિમાં થતા ફેરફારોને નિયંત્રિત કરે છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમનો તણાવ નિયંત્રણ પ્રતિભાવ શરીરને તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સ્ટ્રેસમાં હોય છે ત્યારે તણાવને કારણે શરીરને વધારે પડતો ઘસારો લાગે છે. આ રીતે શારીરિક, ઈમોશનલ અને બીજા લક્ષણોનો વિકાસ થાય છે.

લક્ષણો જાણોઃ પીડા અને ડંખ, છાતીમાં દુખાવો અથવા હૃદયના ધબકારા વધી જવા. થાક, અથવા ઊંઘવામાં તકલીફ થવી, માથાનો દુખાવો, ચક્કર અથવા ધ્રુજારી, હાઈ બ્લડ પ્રેશર, સ્નાયુ તણાવ અથવા જડબાની જડતા, પેટ અને પાચન સમસ્યાઓ, સંભોગ કરવામાં સમસ્યા, રોગપ્રતિકારક તંત્રનું નબળું પડવું એવું હોઈ શકે છે.

સારવાર શું કરી શકાયઃ આ એક વ્યક્તિગત રોગ છે. જેને ટેસ્ટ કરવા માટે મેડિકલમાં ખાસ કોઈ એવી પ્રોસિજર નથી. સ્ટ્રેસ ધરાવતી વ્યક્તિ જ કહી શકે છે કે, તેમને આખરે શું મશ્કેલી પડી રહી છે. આ માટે મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. જે વ્યક્તિને કોઈ ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. લક્ષણોનું મુલ્યાંકન કરી શકે છે. ઉદાહરણ તરીકે, તણાવ હેઠળ હાઈ બ્લડ પ્રેશરનું નિદાન અને સારવાર કરી શકાય છે.

બચવાના ઉપાય: વૉક કરવાનું રાખો, કસરત કરો, આ બન્ને વસ્તુ મૂડ બદલી શકે છે. સૂતા પહેલા એ વિચાર કરો કે, આજે શું કર્યું. જે નથી મળ્યું એના વિશે વિચાર કરીને દુખી ન થાવ. કામ પ્રત્યેના ટાર્ગેટ સેટ કરો. ચિંતાઓ વિશે ડૉક્ટર અથવા ફેમિલી ડૉક્ટર સાથે વાત કરો. ધ્યાન, યોગ, શ્વાસ લેવાની કસરતો અને સ્નાયુઓમાં આરામ જેવી કેટલીક હળવાશની પ્રવૃત્તિઓનો પ્રયાસ કરો. જીમ અને કોમ્યુનિટી સેન્ટરમાં પણ આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેથી જાતને સ્ટ્રેસથી દૂર રાખી શકો. સાચો જીવનસાથી તમારું શરીર છે, તેથી તમારા શરીરની નિયમિત સંભાળ રાખો. હંમેશા સકારાત્મક બનો જે નથી તે અંગે વિલાપ ન કરો.

ડૉક્ટરની સલાહ: જ્યારે પણ તમે તણાવ અનુભવો ત્યારે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો તમે આલ્કોહોલ પીવાનું શરૂ કર્યું હોય, માદક દ્રવ્ય લેવાનું શરૂ કર્યું હોય અથવા તણાવને દૂર કરવા માટે પોતાને નુકસાન કરવાના વિચારો આવે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તમારા ડૉક્ટર તમને સલાહ આપી શકે છે તેમજ ઉપચારની સલાહ પણ આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.