ETV Bharat / sukhibhava

ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ - મ્યુકરમાઇકોસિસ

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સાથે અન્ય સંક્રમણ પણ લોકોની ચિંતાનું કારણ બન્યું છે. જેનું નામ છે " બ્લેક ફંગલ ઇન્ફેક્શન " અથવા તેને મ્યૂકરમારોસિસ પણ કહેવામાં આવે છે. કોરોનામુક્ત થઇ ચુકેલા લોકોમાં આ સંક્રમણ જોવા મળે છે. ચિંતાની વાત એ છે કે આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ

author img

By

Published : May 13, 2021, 10:56 PM IST

ન્યૂઝ ડેસ્ક: અત્યારે ભારત વાસીઓ કોવિડ - 19ની બીજી લહેરનો સામનો કરી રહ્યાં છે ત્યારે બ્લેક ફંગલ ઇન્ફેક્શને તેમની ચિંતા વધારી છે. કોરોના મુક્ત થઇ ચુકેલા લોકો માટે બ્લેક ફંગલ ઇન્ફેક્શન ઘાતક સ્વરૂપે સામે આવી રહ્યો છે. બ્લેક ફંગસ ઇન્ફેક્શન કે જેને મ્યુકોરમાઇકોસિસ તરીકે ઓળખવામાં આવે છે તેને ઘાચક સંક્રમણ છે. જો શરુઆતના લક્ષણો પર ધ્યાન આપીને તેની સારવાર ન કરવામાં આવે તો ઘાતક બની શકે છે. આ સંક્રમણની ગંભીરતા એટલી છે કે લોકો પોતાની જોવાની ક્ષમતા ગુમાવી દે છે. આ રોગ એવા દર્દીઓમાં ખાસ કરીને જોવા મળે છે કે જેમને ડાયાબિટીસ હોય અને કોરોના મુક્ત થયા હોય અને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટિરોઇડ આપવામાં આવ્યું હોય.

શું છે મ્યુકોરમાઇકોસિસ ?

રોગ બચાવ અને નિયંત્રણ કેન્દ્ર (સીડીસી)એ જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસિસએ ફૂગ પ્રકારનું સંક્રમણ છે, જે મોલડ્સ(સંક્રમણ ફેલાવતું તત્વ) મ્યુકોરમાઇકોસિસના નામથી જાણીતું છે. મોલડ્સ વાતાવરણમાં હાજર હોય છે તે એવા વ્યક્તિઓને થાય છે જેમની રોગપ્રતિકારક ખૂબ જ નબળી હોય છે. આ જીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી પોતાનો પ્રભાવ દેખાડે છે. આ ઉપરાંત ત્વચા પર વાગવાથી,બળવાથી અથવા તત્વચા સંબંધી કોઇ તકલીફ થવાથી આ રોગ થવાની શક્યતા રહે છે. આ એક ગંભીર બિમારી છે જે શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસએ દર્દીના મગજ, ફેફસા અને ત્વચાને પ્રભાવિત કરે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દી આંખ ગુમાવી શકે છે.

સંક્રમણ અને તેના લક્ષણ

  • જેમના શરીરમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધારે હોય
  • કોરોનાની સારવારમાં સ્ટીરોઇડ આપવામાં આવ્યું હોય તો
  • લાંબા સમય સુધી આઇસીયૂમાં રાખવામાં આવ્યા હોય
  • એવા લોકો કે જે કોમોરબિડિટીના ભોગ બન્યા હોય અથવા ટ્રાન્સપ્લાન્ટસર્જરી કરાવી ચુક્યા હોય
  • વોરીકૉનેજોલે થેરાપી લેતા લોકો

વધુ વાંચો: વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ

ધ્યાન આપવા જેવા લક્ષણ

  • સાઇનોસાઇટિસ, નાંકબંધ થવું, નાકમાંથી કાળા રંગના રેસા અથવા લોહીના રેસા નિકળતા હોય અને જડબામાં દુખાવો થતો હોય
  • અડધા ચહેરામાં દુખાવો, બહેરાશ અને સોજો
  • દાંતમાં દુખાવો, દાંત તૂટી જવું અને અસરગ્રસ્ત જડબા
  • અસ્પષ્ટ અથવા ડબલ દેખાવું, તાવ, ત્વચાની સમસ્યાઓ, થર્મોવાયસેસ અને નેક્રોસિસ થવું.
  • છાતીમાં દુખાવો, પ્લુઅરલ ફ્યુઝન અને શ્વાસની તકલીફ

શું કરવું, શું ન કરવું

  • ડાયાબિટીઝથી પીડિત લોકો અને કોરોનાથી સાજા થનારા લોકોએ બ્લડ સુગર પર નજર રાખવી જોઈએ.
  • સ્ટેરોઇડના ઉપયોગ કરતી વખતે અને માત્રાની સંપૂર્ણ કાળજી લો અથવા તેને બંધ કરો.
  • ઓક્સિજન થેરાપી દરમિયાન સ્વચ્છ જંતુરહિત પાણીનો ઉપયોગ કરો.
  • ઇમ્યુનોમોડ્યુલેટિંગ દવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરો.
  • એન્ટિબાયોટિક્સ અને એન્ટિફંગલ દવાઓનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.
  • લોહીમાં શુગરની માત્રા (હાઈપરગ્લાયકેમિઆ)ને નિયંત્રિત કરો.

વધુ વાંચો: વડોદરામાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં

શું ન કરવું

  • કોઈપણ પ્રકારના લક્ષણોને અવગણશો નહીં
  • નાક બંધ હોય તો તેને બેક્ટેરિયલ સાઇનોસાઇટિસ માનીને તેની અવગણના ન કરવી એમાં પણ એવા દર્દીઓ કે જેઓ કોવિડ -19થી સાજા થયા છે અથવા જેઓ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે.
  • સંક્રમણના કિસ્સામાં સારવાર શરૂ કરવામાં વિલંબ ન કરો

સંક્રમણના લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને આઇસીએમઆરએ જણાવ્યું છે કે આની સારવાર માટે ચિકિત્સ પદ્ધતીઓની યાદી જાહેર કરી છે.

  • માઇક્રોબાયોલોજિસ્ટ
  • ઇન્ટેન્સિવિસ્ટ
  • ન્યુરોલોજીસ્ટ
  • ઇએનટી નિષ્ણાત
  • ઓપ્થાલ્મોલોજિસ્ટ
  • ડેન્ટલ નિષ્ણાત
  • મેક્સિલોફેસિયલ અથવા પ્લાસ્ટિક સર્જન
  • બાયોકેમિસ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.