ETV Bharat / sukhibhava

Aerobics વડે સુસ્તીથી છૂટકારો મેળવો, ફિટ રહો - Benefits of yoga and aerobics

સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન બંને માટે વ્યાયામ જરૂરી છે. જે ઘણી રીતે કરી શકાય છે. જેમ કે સામાન્ય વ્યાયામ, યોગા, જોગિંગ, વૉકિંગ અને ઘણાં પ્રકારની નૃત્ય આધારિત કસરતો. આમાંથી એરોબિક્સ ખૂબ જ લોકપ્રિય છે. એરોબિક્સ ( Aerobics ) વજન ઘટાડવા અને શરીરની ચપળતા વધારવા સાથે હૃદય, માનસિક સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદો કરે છે.

Aerobics વડે સુસ્તીથી છૂટકારો મેળવો, ફિટ રહો

author img

By

Published : Nov 8, 2021, 4:02 PM IST

  • એરોબિક્સ કરીને મેળવો સ્વાસ્થ્યલાભ
  • સંગીતની ગમતી ધૂન સાથે કરવામાં આવે છે કસરતો
  • ETV Bharat Sukhibhav નિષ્ણાત પાસેથી જાણો તેના ફાયદા

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એરોબિક્સ ( Aerobics ) મહિલાઓમાં વધુ પ્રચલિત છે. પરંતુ તે પુરુષો માટે પણ ખૂબ ફાયદાકારક છે. મૈસૂર સ્થિત યોગ અને એરોબિક્સ પ્રશિક્ષક મીનુ વર્મા કહે છે કે પુરુષો હોય કે મહિલાઓ સંગીતની ધૂન પર નૃત્ય કરવાની શૈલીમાં આ કસરત હસતાંહસતાં વ્યાયામ કરવાની તક આપે છે જ્યારે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. મીનુ કહે છે કે પહેલાંની સરખામણીમાં હવે પુરુષોમાં એરોબિક્સની પ્રેક્ટિસ નોંધપાત્ર રીતે વધી છે.

ઍરોબિક્સના પ્રકાર

મીનુ વર્મા જણાવેે છે કે એરોબિક્સમાં ( Aerobics ) વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે. જેનાથી શરીરના વિવિધ ભાગોને ફાયદો થાય છે. આ પ્રવૃત્તિઓ કે પ્રકારો નીચે મુજબ છે.

1-પરંપરાગત એરોબિક્સ:

આ પ્રકારમાં સંગીત પર હાથ અને પગની નિશ્ચિત હિલચાલ હોય છે. હાઇ ટેમ્પો મ્યુઝિક પર, હાથ અને પગને આગળથી પાછળ અને પાછળની બાજુએ ઝડપી ગતિએ ખસેડીને કસરત કરવામાં આવે છે. આ બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.હાઈ ઇમ્પેક્ટ મૂવ્ઝ અને લૉ ઇમ્પેક્ટ મૂવ્ઝ. આમાં, હાઈ ઈમ્પેક્ટ મૂવમાં હાઈ સ્પીડમાં કસરત દરમિયાન, બંને પગ વારાફરતી જમીન સાથેનો સંપર્ક છોડી દે છે (કૂદવા જેવી સ્થિતિ), જ્યારે લો ઈમ્પેક્ટ મૂવમાં એક પગ જમીન સાથે સંપર્કમાં રહે છે.

2-નૃત્ય એરોબિક્સ

આ પ્રકારના એરોબિક્સમાં વિવિધ પ્રકારની નૃત્ય શૈલીઓ અનુસરવામાં આવે છે, જેમ કે સાલસા, જાઝ, હિપ હોપ અને ઝુમ્બા વગેરે. કેલરી બર્ન કરવા માટે ડાન્સ એરોબિક્સ આદર્શ માનવામાં આવે છે.

3-સ્ટેપ એરોબિક્સ:

સ્ટેપ એરોબિક્સ એ કાર્ડિયો એક્સરસાઇઝમાંની એક છે. આ કસરત પગ, હિપ્સ અને કમરની આસપાસની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

4-કાર્ડિયો કિક બોક્સિંગ:

આમાં પરંપરાગત એરોબિક્સ સાથે બોક્સિંગ, કિક બોક્સિંગ, માર્શલ આર્ટ જેવી હાઈ ઈન્ટેન્સિટી કાર્ડિયો એક્સરસાઇઝ પણ કરવામાં આવે છે. આમાં કેલરી બર્ન થવા સાથે શરીરમાં ખાસ કરીને શરીરના ઉપરના ભાગની સ્નાયુઓમાં રક્ત પરિભ્રમણ વધુ સારું બને છે.

5-એક્વા એરોબિક્સ:

આ પ્રકારની કસરત ખાસ કરીને ખેલાડીઓના પ્રેક્ટિસ રૂટીનમાં સામેલ હોય છે. ખાસ કરીને જે લોકો તરવાનું પસંદ કરે છે તેમના માટે એક્વા એરોબિક્સ શ્રેષ્ઠ વિકલ્પ છે.

6-જોગિંગ અને રોપ સ્કિપિંગ:

આ બંને પ્રકારની કસરતો બે રીતે કરવામાં આવે છે, તેે એક જગ્યાએ ઉભા રહીને અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે કરી શકો છો.

ઍરોબિક્સના ફાયદા

ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. વિપુલા વશિષ્ઠ જણાવે છે કે ઍરોબિક્સ ( Aerobics ) વજન ઘટાડવાની સાથે સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદરૂપ થઈ શકે છે. એરોબિક કસરતમાં એવી ઘણી કસરતો શામેલ છે જે શરીરના તમામ સ્નાયુઓને ચુસ્ત અને ફિટ રાખે છે. એટલા માટે તેમને ઘણીવાર કાર્ડિયોની શ્રેણીમાં રાખવામાં આવે છે. એરોબિક્સના કેટલાક ફાયદા નીચે મુજબ છે.

ડિપ્રેશન અથવા અન્ય માનસિક સમસ્યાઓને રોકવા માટે એરોબિક્સ ખૂબ અસરકારક છે.

અનિદ્રાની સમસ્યામાં પણ ફાયદો થાય છે.

તેના નિયમિત અભ્યાસથી શરીરમાં HDL કોલેસ્ટ્રોલ વધે છે અને LDL કોલેસ્ટ્રોલ ઘટે છે. આ સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

નિયમિત કસરત બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાળો આપે છે. નિયમિત કસરત શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એરોબિક કસરતો હૃદયને તમારા સમગ્ર શરીરમાં લોહી પંપ કરવામાં મદદ કરે છે અને હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. આ સાથે ખરાબ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, અસ્વસ્થતા સર્જે તેવું વજન અને અન્ય ઘણી પ્રકારની સમસ્યાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સાવચેતી રાખવી

ઍરોબિક્સ પ્રશિક્ષક મીનુ વર્મા કહે છે કે ઍરોબિક્સ ( Aerobics ) શીખવાની કે કરવાની શરૂઆત હંમેશા પ્રશિક્ષિત પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ થવી જોઈએ. આ સિવાય વ્યક્તિએ ટ્રેનરને તેની શારીરિક સમસ્યાઓ જેવી કે શ્વાસસંબંધી સમસ્યા, હૃદય રોગ, બ્લડપ્રેશર કે અન્ય કાયમી બિમારીઓ વિશે અગાઉથી જાણ કરવી જોઈએ. જેથી તે તે મુજબ તમારા વર્કઆઉટનું આયોજન કરી શકે.

આ પણ વાંચોઃ પીઠના ઉપરના ભાગના દુખાવામાં રાહત આપે છે યોગ્ય પોશ્ચર અને વ્યાયામ

આ પણ વાંચોઃ સાધારણ ચાલવા કરતાં ઝડપથી ચાલવું ફાયદાકારક છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.