- આહારની અમુક પસંદગી કરો નિયંત્રિત
- અમુક પ્રકારના તત્વોની વધુ માત્રા ફાયદાને બદલે કરે નુકસાન
- દૈનિક સામાન્ય આહારમાં પોષણની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
ઇન્દોર સ્થિત ન્યુટ્રિશનિસ્ટ ડૉ. સંગીતા માલુ જણાવે છે કે ઘણી વખત ડોકટરો અમુક પ્રકારના આહારને ટાળવા કે તેનું સેવન ઓછું કરવા અથવા ખાસ સંજોગોમાં ઘટાડવાની ભલામણ કરે છે. કારણ કે તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તે ખૂબ જ મહત્વનું છે કે સામાન્ય સંજોગોમાં પણ લોકોએ પોતાના દૈનિક સામાન્ય આહારમાં પોષણની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ ખાસ પ્રકારના આહાર અથવા પોષક તત્વોનો વધુ પડતો વપરાશ ટાળવો જોઈએ. કારણ કે જરૂરિયાત કરતા અનેકગણાં વધારે પોષક તત્વો આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.
શરીરને નુકસાન પહોંચાડનારા તત્વો અને તેમની હાનિ નીચે મુજબ છે
ખાંડ
મીઠો ખોરાક કોને પસંદ નહીં હોય, પણ ખોરાકમાં ગળપણની માત્રા જરૂર કરતા વધારે હોય તો તે હાનિકારક સાબિત થઈ શકે છે. વધારે પડતી ખાંડ માત્ર ડાયાબિટીસની સમસ્યાનું કારણ નથી બનતી,સાથે રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે. આ ઉપરાંત સિવાય ફેટી લીવર, યાદશક્તિ ગુમાવવી, ચામડી પર ફોલ્લીઓ કે ખરજવું, ખીલની સમસ્યા અને અકાળે કરચલીઓ, હૃદયરોગ, હાઈબ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલમાં વધારો પણ સતાવી શકે છે.
આને સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો માનવામાં આવે છે કારણ કે તેનો વધુ પડતો વપરાશ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે એટલું જ નહીં સારા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. જેના કારણે સ્થૂળતા, ટાઇપ -2 ડાયાબિટીસ અને હૃદયરોગ સહિત અનેક સમસ્યાઓનું જોખમ વધે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન ટ્રાન્સફેટ ચરબી અને સેચ્યૂરેટેડ ચરબીના જોખમોની પુષ્ટિ કરે છે.
આયર્ન
શરીરમાં વધુ પડતું આયર્ન પણ હાનિકારક બની શકે છે. તમારા શરીરમાં હિમોગ્લોબિન બનવા માટે આયર્નની જરૂર છે. હિમોગ્લોબિન લોહીનો એક ભાગ છે જે તમામ કોષો સુધી ઓક્સિજન પહોંચાડે છે. પરંતુ જ્યારે શરીરમાં ખૂબ વધારે આયર્ન હોય છે, ત્યારે હિમોક્રોમેટોસિસનું જોખમ વધે છે, જે યકૃત અને હૃદયને નુકસાન પહોંચાડે છે. આ સિવાય આયર્નની વધુ માત્રાને કારણે ડાયાબિટીસ, સંધિવા જેવા રોગો પણ થઇ શકે છે.
પ્રોટીન
ખોરાકમાં પ્રોટીનની માત્રા વધે તો કાર્બોહાઈડ્રેટનું શોષણ ઘટે છે, જેના કારણે શરીરને ઓછું ફાઈબર પણ મળે છે અને કબજિયાતની સમસ્યા રહે છે. સાથે કિડનીની સમસ્યાથી પીડાતા લોકોમાં આ સમસ્યા ગંભીર બની જાય છે. પ્રોટીનના ચયાપચયમાંથી શરીરમાંથી કચરારુપ પેદાશો બહાર કાઢવામાં શરીરને તકલીફ પડે છે. 2013માં લોનિસ ડેલિમારીસના નેતૃત્વમાં થયેલોએક અભ્યાસ સૂચવે છે કે ઉચ્ચ પ્રોટીન આહારનો વધુ પડતો વપરાશ આપણા હાડકાં માટે જોખમી સાબિત થઈ શકે છે.
સોડિયમ
સોડિયમ એટલે કે મીઠા-નમકનો અતિરેક સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. શરીરમાં સોડિયમની ઊંતી માત્રાને કારણે તમને હાઈબ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ રહે છે. આ સિવાય તે હાડકાં પણ નબળાં કરે છે. કારણ કે તેનાથી કેલ્શિયમની કમી ઊભી થાય છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિઓલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ખોરાકમાં વધુ પડતાં મીઠાનું સેવન અને મૃત્યુના જોખમ વચ્ચે સીધી કડીની પુષ્ટિ કરવામાં આવી છે.
નાઇટ્રેટ્સ
નાઇટ્રેટ્સ વાસ્તવમાં રાસાયણિક સંયોજનો છે, જે પોષક તત્વોની શ્રેણીમાં પણ રાખવામાં આવે છે. પરંતુ કોઈપણ પ્રકારના આહારમાં મોટી માત્રામાં વપરાશ જેમાં નાઈટ્રેટની માત્રા વધારે હોય તે માથાનો દુખાવો, પેટમાં દુઃખાવો, હૃદયના ધબકારા વધવા અને ઉબકા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આ પણ વાંચોઃ ઓક્સીજન થેરાપી અલ્ઝાઈમર્સને અટકાવી શકે છેઃ સ્ટડી
આ પણ વાંચોઃ જાણો કયા-કયા પોષક તત્વો શરીરને બનાવે છે સ્વસ્થ, શરીરમાં શું હોય છે તેમનું કાર્ય