ETV Bharat / state

વલસાડ: કપરાડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની તંગી

વલસાડઃ કપરાડામાં માર્ચ મહિનો પૂર્ણ થતાની સાથે જ અનેક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે. જેમાં આરોગ્ય કેન્દ્ર પણ બાકાત રહ્યું નથી. કપરાડાનું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની તંગી સર્જાઇ છે. હોસ્પિટલમાં આવનાર દર્દીઓ માટે તો પીવાનું પાણી નસીબ જ નથી. અહીં લેબોરેટરીમાં કામ કરનારા લોકો માટે સેમ્પલો લીધા બાદ હાથ ધોવા પણ પાણી રહેતું નથી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 3, 2019, 3:39 AM IST

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કપરાડા વિસ્તારમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે વિવિધ બેઠકો બોલાવી પાણી પુરવઠા વિભાગને હાલ સર્વે કરવાની કામગીરી આપવામાં આવી છે. જોકે, હજુ આ સર્વેની કામગીરી શરૂ થાય તે પહેલાં જ પાણીની ગંભીર તંગી વર્તાઈ રહી છે.

કપરાડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની તંગી

કપરાડા મથકની તો કપરાડામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યાં આગળ પણ પીવાના પાણીની ગંભીર તંગી વર્તાય છે. એટલું જ નહીં અહીં શૌચાલયમાં પણ પાણી નથી. સ્થાનિકોએ કહ્યું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે કૂવામાંથી પાણી આવે છે. તે કૂવામાં હાલ માત્ર 20 મિનિટ ચાલે એટલું જ પાણી હોય છે. જેવી મોટર ચાલુ કરીએ કે તુરંત જ પાણી સુકાઈ જાય છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રના હાઉસની તો સમ હાઉસ 50 હજાર લીટરનું આવેલું છે અને આરોગ્ય કેન્દ્રમાં 60 હજાર લિટર એક અઠવાડિયામાં પાણી જોઈએ અને રોજિંદા આઠ હજાર લીટર જેટલું પાણી જરૂરિયાત ઊભી થાય છે. હાલમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 8000 લીટર પાણીની માંગ કરવામાં આવી પરંતુ તેની સામે ટેન્કર દ્વારા રોજના સાડા સાત હજાર લીટર પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી ટેન્કરો ચાલુ થયા નથી.

હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું કે, અહીં પાણીની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે શૌચાલયમાં તો પાણી છે જ નહીં સાથે-સાથે કચરા પોતા કરવા પણ પાણી મળતું નથી. જેના કારણે સ્વચ્છતા હોસ્પિટલમાં જળવાતી નથી. તો બીજી તરફ લેબોરેટરીમાં સેમ્પલો લીધા બાદ અહીં કામ કરનારા કર્મચારીને હાથ ધોવા પણ પાણી નસીબ થતું નથી. લોકો પીવાનું પાણી તેમની સાથે બોટલોમાં ભરી લઈને આવે છે. સરકારી તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી ટેન્કરો પહોંચ્યા નથી જેના કારણે અહી આવનાર દર્દીઓને બહારથી પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે.

Intro:કપરાડા તાલુકાની વાત કરીએ તો માર્ચ માસ પૂર્ણ થતાની સાથે જ અનેક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે જેમાં આરોગ્ય કેન્દ્ર પણ બાકાત રહ્યું નથી કપરાડા ખાતે આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની તંગી સર્જાઇ છે અહીં આવનારા દર્દીઓ માટે તો પીવાનું પાણી નસીબ જ નથી અહીં લેબોરેટરીમાં કામ કરનારા લોકો માટે સેમ્પલો લીધા બાદ હાથ ધોવા પણ પાણી રહેતું નથી

Body:વલસાડ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કપરાડા વિસ્તારમાં પાણીની તંગી ને પહોંચી વળવા માટે વિવિધ બેઠકો બોલાવી પાણી પુરવઠા વિભાગને હાલ સર્વે કરવાની કામગીરી આપવામાં આવી છે જોકે હજુ આ સર્વેની કામગીરી શરૂ થાય તે પહેલાં જ પાણીની ગંભીર તંગી વર્તાઈ રહી છે વાત કરીએ કપરાડા મથકની તો કપરાડા માં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવે છે ત્યાં આગળ પણ પીવાના પાણીની ગંભીર તંગી વર્તાય છે એટલું જ નહીં અહીં શૌચાલય માં પણ પાણી નથી સ્થાનિક તબીબે પાણીની સમસ્યા બાબતે કેમેરા સામે આવવાની ના પાડી પરંતુ વિગતો આપતા જણાવ્યું કે તેઓના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે કૂવામાંથી પાણી આવે છે તે કૂવામાં હાલ માત્ર વીસ મિનિટ ચાલે એટલું જ પાણી હોય છે જેવી મોટર ચાલુ કરીએ કે તુરંત જ પાણી સુકાઈ જતું હોય છે વાત કરીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રના હાઉસની તો સમ હાઉસ 50 હજાર લીટર નું આવેલું છે અને આરોગ્ય કેન્દ્રમાં 60 હજાર લિટર એક અઠવાડિયામાં પાણી જોઈએ અને રોજિંદા આઠ હજાર લીટર જેટલું પાણી જરૂરિયાત ઊભી થાય છે હાલમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 8000 લીટર પાણીની માંગ કરવામાં આવી પરંતુ તેની સામે ટેન્કર દ્વારા રોજના સાડા સાત હજાર લીટર પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ટેન્કરો ચાલુ થયા નથી

Conclusion:હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં કામ કરતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અહીં પાણીની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે શૌચાલયમાં તો પાણી છે જ નહીં સાથે સાથે કચરા પોતા કરવા પણ પાણી મળતું નથી જેના કારણે સ્વચ્છતા હોસ્પિટલમાં જળવાતી નથી તો બીજી તરફ લેબોરેટરીમાં સેમ્પલો લીધા બાદ અહીં કામ કરનારા કર્મચારીને હાથ ધોવા પણ પાણી નસીબ થતું નથી લોકો પીવાનું પાણી તેમની સાથે બોટલો માં ભરી લઈ ને આવે છે સરકારી તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ટેન્કરો પહોંચ્યા નથી જેના કારણે અહી આવનાર દર્દીઓને બહારથી પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.