વલસાડઃ જિલ્લાના સરીગામ જીઆઇડીસીથી સરઈ જતા સ્ટેટ હાઇવે પર માંડા ખંડવાઈ ખાતે કાર નંબર GJ15CH-6929 અને મોટર સાઈકલ નંબર DN09-4635 અને GJ15OG-0518 વચ્ચે ગમતખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેથી વધુ વ્યક્તિઓ સવાર હતા. કારમાં 1 પોલીસ કર્મચારી અને 2 હોમગાર્ડ જવાન સવાર હતાં. કારમાં બિયરના ટીન ભરેલા હતાં. કાર ચાલક નશામાં ચૂર થઈ અકસ્માત સર્જ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વાપી: પોલીસની દારૂ ભરેલી કારે બાઈક ચાલકને અડફેટે લેતા મામા-ભાણેજનું મોત, 1 ઈજાગ્રસ્ત - valsad news
વલસાડના સરીગામથી સરઈ જતા સ્ટેટ હાઇવે પર માંડા ખાતે સોમવારે રાત્રે કાર ચાલકે બે સ્કૂટર સવારને અડફેટે લેતા ઘટના સ્થળ પર બેના મોત થયા હતા. જ્યારે મહિલા સહિત અન્ય એકને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી કાર પલ્ટી મારતા કારમાંથી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યાં હતાં. જ્યારે આ કારમાં 2 હોમગાર્ડ અને પોલીસ જવાન સવાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
કાર અને બાઈક અકસ્માત