ETV Bharat / state

Vapi Municipality Election 2021: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા મતદાન

વાપી નગરપાલિકામાં 28મી નવેમ્બર રવિવારના 11 વોર્ડની 43 બેઠકોના 109 ઉમેદવાર માટે મતદાન થયું હતું. જો કે, ગત ચૂંટણીમાં 70 ટકાથી વધુ મતદાન થતા ભાજપે 44 બેઠકમાંથી 41 બેઠક મેળવી હતી, પરંતુ આ વખતે ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ (BJP VS AAP VS CONGRESS)ના ત્રિપાંખીયાં જંગમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 49.66 ટકા જેટલું મતદાન થયુ હતું. જ્યારે સાંજના 6 વાગ્યે કુલ મતદાન 51.87 ટકા જેટલું જ થતા ત્રણેય પક્ષમાં જીતને મામલે ધ્રુજારી ફેલાઈ છે.

Vapi Municipality Election 2021: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા મતદાન
Vapi Municipality Election 2021: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા મતદાન
author img

By

Published : Nov 28, 2021, 9:29 PM IST

  • વાપી નગરપાલિકામાં 1,01,907 મતદારો માટે પાલિકાનું મતદાન
  • ભાજપ-કોંગ્રેસ-આપના મળી કુલ 109 ઉમેદવારો હરીફાઈમાં
  • વાપી નગરપાલિકામાં 7થી 6 વાગ્યા સુધીમાં વોર્ડ મુજબ થયેલ મતદાન

વાપી: નગરપાલિકામાં 1,01,907 મતદારો માટે પાલિકાનું મતદાન (Vapi Municipality Election 2021) હતું. ભાજપ-કોંગ્રેસ-આપના મળી કુલ 109 ઉમેદવારો આ ચૂંટણીની હરીફાઈમાં હતાં. જો કે વહેલી સવારથી જ ધીમું મતદાન અને EVM ક્ષતિ સહિત ઉમેદવારોના ઘર્ષણ (Controversy of candidates) વચ્ચે સાંજે 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા મતદાન નોંધાયું હતું. ગત ટર્મની સરખામણીએ ખૂબ જ ઓછું મતદાન નોંધાતા ભાજપનું 44 માંથી 44 સીટ મેળવવાનું સપનું તૂટ્યું હોવાનું અને કોંગ્રેસ આપને શાખ બચાવવાની તક મળી હોવાની પ્રતીતિ થઈ રહી છે.

Vapi Municipality Election 2021: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા મતદાન

129 બુથ પર મતદાન

વાપીમાં 11 વોર્ડની 44 બેઠકો પૈકી એક બેઠક ભાજપે બિન હરીફ મેળવ્યા બાદ 28મી નવેમ્બરે 43 બેઠકોના ઉમેદવારો માટે મતદાન થયું હતું. જેમાં સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજિત 51.87 ટકા મતદાન નોંધાયું હતું. વાપીમાં કુલ 109 ઉમેદવારો માટે 129 બુથ પર મતદાન યોજાયું હતું. પાલિકાની ચૂંટણીમાં ભાજપના 43, કોંગ્રેસના 42 અને આપ પાર્ટીના 24 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હતી. વાપીમાં કુલ 1,01,907 જેટલા મતદારો હોવા છતાં સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા જ મતદાન નોંધાયું હતું.

Vapi Municipality Election 2021
Vapi Municipality Election 2021

મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી

મતદાન સમયે વહેલી સવારથી જ મતદાન (Municipality Election in Gujarat ) મથક પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારના 7થી 9ના 2 કલાકમાં 6.81 ટકા મતદાન થયું હતું. 7થી 11માં 17.76 ટકા મતદાન નોંધાયું હતું. 7થી 1માં 29.50 ટકા, 7થી 3 વાગ્યા સુધીમાં 39.69 અને 7થી 5 વાગ્યા સુધીમાં 49.66 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 5થી 6 વાગ્યા વચ્ચેની ટકાવારી સાથે કુલ મતદાન 51.87 ટકા નોંધાયું હતું.

Vapi Municipality Election 2021
Vapi Municipality Election 2021

માણસો પૈસા વેંચતા હોવાનો વીડિયો

જો કે આ મતદાન દરમ્યાન આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અને મતદાનના દિવસે સવારમાં જ વોર્ડ નંબર 9માં ઉમેદવારના માણસો પૈસા વેંચતા હોવાનો વીડિયો ફેસબુક પર લાઈવ કરી ખળભળાટ મચાવ્યો હતો. તો 12 વાગ્યે વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ઉમેદવારે EVM ખરાબ થયું હોવાની ફરિયાદ નોંધાવી મતદાન પ્રક્રિયાને અટકાવી દેતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. 3 વાગ્યા આસપાસ ફરી આમ આદમી પાર્ટીના કાર્યકરે વોર્ડ નંબર 4ના બુથ નંબર 3 પર બોગસ મતદારો પાસે મતદાન કરાવતા હોવાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ કર્યો હતો.

Vapi Municipality Election 2021
Vapi Municipality Election 2021

સાંજે 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

આવા નાનકડા છમકલાં સાથે સાંજે 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું અને તમામ EVMને સિલ કરી PTC કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત ખસેડાયા હતાં. જેમાં હાલ ત્રણેય પક્ષોના 109 ઉમેદવારોનું ભાવિ સિલ છે. જે 30મી નવેમ્બરે EVM ખોલ્યા બાદ ખુલશે અને ત્યારે જ ખબર પડશે કે 44માંથી 44ની આશા સેવનાર ભાજપની આશા ફળી કે કોંગ્રેસના હાથ અને આપના ઝાડુએ સફાઈ કરીને બાજી મારી. જો કે જે પણ પરિણામ હશે તે ભાજપ માટે આંચકાજનક હશે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે જનાધાર હશે.

વાપી નગરપાલિકામાં 7થી 6 વાગ્યા સુધીમાં વોર્ડ મુજબ થયેલ મતદાન

કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 1 માં 52.47 ટકા, વોર્ડ નંબર 2માં 52.48 ટકા, વોર્ડ નંબર 3 માં સૌથી ઓછું 44.05 ટકા, વોર્ડ નંબર 4માં 49.27 ટકા, વોર્ડ નંબર 5માં 52.00 ટકા, વોર્ડ નંબર 6માં સૌથી વધુ 59.66 ટકા, વોર્ડ નંબર 7માં 53.66 ટકા, વોર્ડ નંબર 8માં 51.11 ટકા, વોર્ડ નંબર 9માં 56.49 ટકા, વોર્ડ નંબર 10માં 44.93 ટકા, અને વોર્ડ નંબર 11માં 52.40 ટકા મતદાન સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયું હતું.

આ પણ વાંચો: વાપીમાં ચાલુ મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...

આ પણ વાંચો: Junagadh Politics: આપ નેતા નિખીલ સવાણીએ ભાજપ-કોંગ્રેસને આડે હાથે લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.