વલસાડ : રજવાડી નગરી ધરમપુરમાં આવેલા વિલ્સન હિલ પર્યટકો મીની સાપુતારા (Valsad Wilson Hill) તરીકે ઓળખે છે. પરંતુ વિલ્સન હિલ પરથી કેટલીક બેદરકારી સામે આવી હતી. પર્યટકોને આકર્ષવા માટે ફોરેસ્ટ વિભાગ અહીં અંદાજે 5 કરોડના ખર્ચે બનેલા ગાર્ડન કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પાણી વિના સુકાઈ રહ્યા હતા.અહીં રોપવામાં આવેલા મોટાભાગના વૃક્ષો સૂકાભઠ થઈ ગયા હતા. જોકે આ બાબતે કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં લેતા અધૂરું રહી ગયેલું કાર્ય તેની પાસે જ પૂર્ણ કરવા માટે બાંહેધરી પત્રક લેવામાં આવ્યો છે. તેમજ હાલ સુકાઈ રહેલા વૃક્ષોને બચાવવા પાણી ટેન્કરો દ્વારા વિલ્સન હિલ પહોંચતું કરવામાં આવી રહ્યું છે.
મીની સાપુતારા ગણાતું વિલ્સન હીલ - ધરમપુરના રાજાના સમયે લેડી ગવર્નર વિલ્સન ધરમપુરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમના માનમાં આજનું જ્યાં વિલ્સન હિલ છે, ત્યાં એક સ્તૂપ એટલે કે છત્રી બનાવવામાં આવી હતી એ છત્રી આજે પણ ત્યાં હયાત છે. વળી ચોમાસા દરમ્યાન નૈસર્ગીક વાતવરણ એટલું રૂડું બની જાય છે કે તેને સુરત, અમદાવાદ, મુંબઈ જેવા અનેક સ્થળના લોકો વરસતા વરસાદમાં ભીની મૌસમનો આનંદ લેવા આવે છે. આસપાસના ડુંગરો ઉપર (Wilson Hill Garden) હરિયાળી વરસાદી વાતવરણ વચ્ચે પસાર થતા વાદળો નિહાળવાનો અહીં એક લ્હાવો છે.
ડેવલપમેન્ટ કર્યું - પર્યટકોને આકર્ષવા અને અહીં ફૂડ કોર્ટ, ગાર્ડન વોકવે બનાવવા માટે ઉત્તર (Place worth visiting in Gujarat) વન વિભાગ દ્વારા અંદાજે 5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં વૃક્ષોને તમામ ચીજો રોપવામાં આવી પણ અહીં સમગ્ર બાબતની દેખરેખ કરતી કંપની અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે સમયસર પાણી ન મળતા આખરે અહીંયા હરિયાળી સુકાઈ ગઈ છે. લોકો જે પ્રકૃતિ જોવા આવે છે એ જ ગ્રીનરી અહીં રહી નથી. વૃક્ષોની પ્રાથમિક જરૂરિયાત (Dharampur Wilson Hill) પાણી જ અહીં પહોંચતું ન કરવામાં આવતા ગાર્ડન ઉજ્જડ દેખાય રહ્યું છે.
પાણી માટે ટેન્ડર આપ્યું હતું - વિલ્સન હિલ વિકાસ કામગીરી માટે વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત વિલ્સન હિલ ઉપર પાણી પહોંચતું કરવા માટે ડી.એચ. પટેલ વરાછા સુરતના કોન્ટ્રાક્ટરને ટેન્ડર 58,63,386 માં સોંપવામાં આવ્યું હતું. નિયત છ માસમાં વિલ્સન હિલ ઉપર પાણી પહોંચતું કરવા માટે પાઇપલાઇન નાખી અને પંપીંગ મશીન વડે પાણી ઉપર સુધી પહોંચતું કરવાની કામગીરી તેને કરવાની હતી. પરંતુ, કોન્ટ્રાકટર દ્વારા અહીં કોઈપણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા પાણી સમયસર પહોંચતું નથી. જેના કારણે લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ગાર્ડનમાં રોપવામાં આવેલી વિવિધ વનસ્પતિઓ પાણી ના અભાવના કારણએ સુકાઈ રહી છે.
આ પણ વાંચો : Bhuj Hill Garden : હિલ ગાર્ડનને નવા સ્વરૂપે સજાવાશે, કયા આકર્ષણો સાથે ક્યાં સુધીમાં તૈયાર થશે જાણો
કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની ચીમકી - ટેન્ડરની અવધી પૂરી થઈ હોવા છતાં પણ સ્થળ પર કોઈ કામ ન થતાં આખરે ફોરેસ્ટ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારે કોઈના પણ ફોન કોલ ઉચકવાની તસ્દી લીધી ન હતી. જોકે, આખરે વહીવટી તંત્ર દ્વારા તેને બ્લેક લીસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ કોન્ટ્રાક્ટર મહાશય પોતે હાજર થઈ તે થોડા સમયમાં કામગીરી પૂર્ણ કરશે તેવી આજીજી કરવામાં આવતા આખરે તેની પાસે બાંહેધરી પત્રક વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી જે પણ નુકસાન થયું છે તેની પણ ભરપાઈ તેણે કરવાની રહેશે તે અંગે બાંહેધરી પત્રકમાં પણ લખાણ લેવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી કોન્ટ્રાક્ટર મહાશય દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવ્યો નથી.
નોટિસ પર કામગીરીની ખાતરી - વિલ્સન હિલ ડેવલપમેન્ટ માટે (Hill in Gujarat) પાણીની પાઈપલાઈન નાખવા માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા છ મહિના નિયત સમયમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ન કરવામાં આવતા ઉત્તર વન વિભાગમાં આવેલા DFO નિશા રાજ દ્વારા (Operation on Wilson Hill) કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી તેમનો વર્ક ઓર્ડર કેન્સલ કરવાની વાત કરી હતી. જોકે તે બાદ કોન્ટ્રાક્ટર રૂબરૂ મળીને થોડો સમય માંગી આ કામગીરી પૂર્ણ કરવા માટેની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : ધરમપુરના વિલ્સન હિલ જતા માર્ગમાં ભેખડો ધસી પડતા, વાહન ચાલકો અટવાયા
ઈલેક્ટ્રીક કનેક્શન મેળવવા કામગીરી શરૂ - જોકે, બાદમાં વિલ્સન હિલ ઉપર પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તો બીજી તરફ પાણી વિવિધ જગ્યાએ પહોંચતું કરવા માટે ઇલેક્ટ્રિક કનેક્શન ઉપલબ્ધ હોવું જરૂરી હોય તેથી ઈલેક્ટ્રીક કનેક્શન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઈલેક્ટ્રીક કનેક્શન મળતાની સાથે આ વિસ્તારમાં પૂર્ણપણે પાણીની સમસ્યા દૂર થઈ જશે. આમ, લાખોનો ખર્ચ કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટરની એક ભૂલને કારણે સમયસર પાણી નહીં પહોંચતા ખર્ચ પણ માથે પડી રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. જોકે, હાલ તો ગાર્ડનમાં સુકાયેલી વનસ્પતિને પુનર્જીવિત કરવા માટે જંગલ વિભાગના કર્મચારીઓ કટિબદ્ધ બન્યા છે.