- સરકારે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સૌથી વધારે વલસાડમાં અરજી આવી
- વલસાડ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 100 અરજીઓ આવી
- પોલીસે 15 લોકો સામે કાયદાકીય ગુનો દાખલ કર્યો, 13 લોકોની અટક પણ કરાઈ
વલસાડઃ ગુજરાત લેન્ડ એક્ટ મુજબ વલસાડ જિલ્લાના તાલુકાઓમાં કુલ 6 અરજીઓ વહીવટીતંત્રમાં આવી છે. એટલે કે વિવિધ તાલુકામાં 100 જગ્યા પર કેટલાક તત્ત્વોએ ગેરકાયદેસર દબાણ કર્યા હોવાની ફરિયાદ સામે આવી હતી, જેમાં વલસાડ તાલુકામાં 38 જગ્યા ઉમરગામ તાલુકામાં 24 જગ્યા પર પારડી તાલુકામાં નવ જગ્યા પર વાપી તાલુકામાં 22 જગ્યા પર જ્યારે ધરમપુર તાલુકામાં માત્ર 2 જગ્યા પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની અરજી મળી હતી, જેમાં કેટલાક અસલી કેસની તપાસ બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીએ 5 અરજી સામે વિવિધ પોલીસ મથકમાં કેસ નોંધાવ્યા છે. 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
સરકારી, અર્ધસરકારી, ગ્રામ પંચાયત હસ્તકની તેમ જ ગૌચરની જમીન ઉપર દબાણ કરનારા સામે લાલ આંખ કરાશે
વલસાડ જિલ્લા કલેક્ટરે ચેતવણી આપતાં જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા અને ભૂમાફિયાઓ દ્વારા કેટલાક નિર્દોષ લોકોની જમીન પચાવી પાડવામાં આવી રહી છે અને જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલો આ કાયદો વલસાડ જિલ્લામાં પણ અમલી બન્યો છે, જે અંતર્ગત આગામી દિવસમાં વહીવટી તંત્ર વધુ કડક કાર્યવાહી કરાશે. આમાં સરકારી, અર્ધસરકારી, ગ્રામ પંચાયત હસ્તકની જમીન તેમ જ ગૌચરની જમીન પર કબ્જો જમાવનારા લોકો સામે જિલ્લા વહીવટીતંત્ર કાયદાકીય કાર્યવાહી કરાશે.
વલસાડ જિલ્લામાં કુલ 5 ગુના દાખલ કરાયા
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ 15 અરજી પૈકી 5 કિસ્સામાં વલસાડ ડુંગરી પોલીસ મથકમાં એક, વલસાડ રૂરલ પોલીસ મથકમાં બે અને ધરમપુરમાં 1 એમ મળી કુલ 5 ગુના નોંધ્યા છે, જેમાં 7 લોકોની અટક કરવામાં આવી છે. આમ, વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સામે આવેલી જમીન પર ગેરકયદે કબ્જો જમાવતા શખ્સો સામેની 100 અરજી પૈકી 15 અરજીમાં 5 અરજીમાં ફરિયાદ દાખલ કરી દોષિત સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરી છે. તેમ જ આગમી દિવસમાં પણ ગૌચરની જમીન પર કબ્જો કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.