વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં (jamnagar bandra intercity train) જુગાર રમાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વલસાડ રેલવે પોલીસ (Valsad Railway Police) હરકતમાં આવી હતી. જામનગર બાન્દ્રા ઇન્ટરસિટી ટ્રેન સુરતથી જેવી વલસાડ સ્ટેશને પહોચી કે, તુરંત જ પોલીસે 7 મહિલાની ઓળખ કરી તેમની અટકાયત (Valsad Railway Police arrested lady gambler) કરી કાર્યવાહી કરી હતી
ચાલુ ટ્રેનમાં મહિલાઓ રમી રહી હતી જુગાર જામનગર બાંદ્રા ટ્રેનમાં (jamnagar bandra intercity train) એન્જિનથી પાછળના ભાગે આવેલા પાર્સલવાનના ડબ્બામાં કેટલીક મહિલાઓ અને પુરુષો ગોળ કુંડાળું કરીને જાહેરમાં ગંજીફા પત્તા સાથે અંદર બહારનો જુગાર રમતા હતા. તેનો વીડિયો એ જ ડબ્બામાં બેસેલા કોઈ પ્રવાસીએ વાઈરલ કરતા જ ચકચાર મચી ગઈ હતી. બિન્દાસ્તપણે જાહેરમાં મહિલાઓ (Valsad Railway Police arrested lady gambler) દ્વારા જુગાર રમાઈ રહ્યો હોય ત્યારે પોલીસની (Valsad Railway Police) કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે.
જામનગર બાન્દ્રા ટ્રેનમાં જુગાર જામનગરથી ઉપડી સુરત થઇ બાન્દ્રા(jamnagar bandra intercity train) આવતી ટ્રેનમાં અનેક મુસાફરો રોજીંદા અપડાઉન કરે છે પરંતુ આવી ગુનાહિત પ્રવૃત્તિ જાહેરમાં કરતા હોય તે અંગે પણ અનેક સવાલો થઇ રહ્યા છે ત્યારે મહિલાઓનો વિડીઓ સોસીયલ મીડિયામાં વાઈરલ થતા જ રેલ્વે પોલીસ સતર્ક (Valsad Railway Police) બની હતી અને ટ્રેન સ્ટેશને પહોચતા જ તમામ મહિલાઓ ને ઓળખ કરી અટકાયત કરી હતી
સુરતથી ઉપડી ટ્રેન વલસાડ આવતા જ મહિલાઓ અટકાયત સુરતથી ટ્રેનના ડબ્બામાં સવાર થયા બાદ અનેક મહિલાઓ (Valsad Railway Police arrested lady gambler) અને પુરૂષો જાહેરમાં ગોળ કુંડાળું કરી લઈને જુગાર રમતા હતા. જોકે, આ બાબત ત્યારે છેક બહાર આવી જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં (Valsad Railway Police) આવી હતી અને ટ્રેન વલસાડ સ્ટેશને પહોચતા જ મહિલાઓને અટકાવી તમામ ની ઓળખ કરી ને તેમની સામે કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.