ETV Bharat / state

Valsad New Office Bearers : વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓના નામ જાહેર - બ્રિજનાબેન પટેલ ઉપપ્રમુખ

વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પદાધિકારીઓ નીમવા માટે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉમેદવારોએ પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં. જેમાં વિધિવત નામ જાહેર કરવામાં આવ્યાં છે. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મનહર પટેલ અને બ્રિજનાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયાં છે.

Valsad New Office Bearers : વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓના નામ જાહેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 6:26 PM IST

પદાધિકારીઓની જાહેરાત

વલસાડ : વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખ તરીકે ભાજપ દ્વારા આજે આગામી અઢી ટર્મ માટે પ્રમુખ ઉપ પ્રમુખના નામો મેન્ડેટમાં જાહેર કર્યા હતાં. જે તમામ જાહેર થયેલા નામો દ્વારા આજે જિલ્લા પંચાયત અને જે તે તાલુકા પંચાયત ખાતે બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યામ હતાં. ગુરુવારના રોજ પ્રમુખ ઉપપ્રમુખની વિધિવત વરણી કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ : વલસાડ જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે જનરલ બેઠક હોય તેમના નામની પસંદગી કરવામાં આવી છે તેઓ ગત ટર્મમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહી ચુક્યા છે અને તેઓ વલસાડ જિલ્લા પંચાયતની વાંકલ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા ત્યારે આ વખતે ભાજપે ફરી તેમને ઉપપ્રમુખમાંથી પ્રમુખ તરીકે રીપીટ કર્યા છે સાથે બ્રિજનાબેન સી પટેલને ઉપપ્રમુખ તરીકે નામની જાહેરાત કરી હતી. જે બાદ આજે બંને સભ્યો એ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ ડીડીઓ સમક્ષ રજૂ ર્ક્યા હતાં.

ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પીયૂષ મહાલા : ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પીયૂષ મહલા અને ઉપપ્રમુખ તરીકે કમલબેન ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે પીયુષ મહાલા તાલુકા પંચાયતની ગત ટર્મમાં ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે પોતાનો કાર્યભાર સાંભળી ચૂક્યા છે. ત્યારે ફરીથી એમને ભાજપ દ્વારા પ્રમુખ પદ આપવામાં આવ્યું છે. જેઓ જામલીયા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતાં, જયારે કમલબેન ચૌધરી જેઓને ઉપપ્રમુખ પદ આપવામાં આવ્યું છે તેઓ ગત ટર્મમાં ધરમપુર તાલુકા પંચાયતની મુરદડ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા બાદ દંડક તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. આ વખતે ફરીથી તેમને ઉપપ્રમુખ તરીકે કાર્યભાર આપવામાં આવ્યો છે.

ધરમપુરમાં 35 વર્ષ બાદ બોર્ડર વિલેજમાં રહેતા સભ્યની વરણી : ધરમપુર તાલુકા પંચાયતમાં ૧૯૮૪માં મહારાષ્ટ્રની બોર્ડરના ગામ એટલે કે અંતરિયાળ ગામના રહીશ આનંદ ભોયા નામના સભ્યએ પ્રમુખ પદ સાંભળ્યા બાદ આજે 35 વર્ષ બાદ ફરીથી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પીયુષ ભાઈ મહાલાના નામની જાહેરાત કરાઈ છે. જેઓ પણ મહારાષ્ટ્રની બોર્ડરના ગામ જામલીયાના રહીશ છે. અંતરિયાળ ગામના રહીશ હોવાને લઇને તેઓ ખૂબ સારી રીતે જાણી અને સમજી શકે છે કે ત્યાંના રહીશોને કેવા પ્રકારની સમસ્યા છે અને ક્યાં વિકાસ અટકી ગયો છે.

કપરાડામાં પ્રમુખ તરીકે હીરાબેન મહાલાના નામની જાહેરાત : વલસાડ જિલ્લાના અંતરિયાળ ગણાતા કપરાડા તાલુકામાં ગત ટર્મમાં આંબા જંગલ બેઠક પરથી ચૂંટાઈને આવેલા મહિલા સભ્ય હીરાબેન મહાલાના નામની જાહેરાત કરાઈ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ફુલજીભાઈ રાજીરામભાઈ ગુરવના નામ ઉપર મહોર મરાઈ છે. તેમના દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બંને પ્રમુખ ઉપપ્રમુખને પ્રથમવાર જ તક મળી છે ત્યારે કપરાડા તાલુકામાં વિકાસ યાત્રામાં તેઓ કેટલો સહયોગ આપશે તે હવે જોવું રહ્યું.

વાપી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ કીકુભાઈ પટેલ : વાપી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મેન્ડેટમાં મનોજભાઈ કીકુભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ વાપી નજીકમાં આવેલા છરવાડા બેઠક પરથી ગત ટર્મમાં તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે ઉપપ્રમુખ ભાવનાબેન કરાયા દેગામ બેઠક પરથી તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. બંને સભ્યો માટે પદ માટે નવા ચહેરા છે ત્યારે આગામી દિવસમાં વાપી તાલુકામાં કેવા વિકાસ કાર્યો કરશે તે જોવાનું રહેશે. આજે તેમણે વાપી ટીડીઓને પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતુંં.

પારડી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે દક્ષેશ છોટુભાઈ પટેલ : ભાજપ દ્વારા આજે તાલુકા પંચાયત પારડીના પ્રમુખ તરીકે દક્ષેશ છોટુભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. જેઓ પારડી તાલુકાના ટુકવાડા તાલુકા પંચાયત બેઠક પરથી સભ્ય તરીકે ગત ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે ઉપપ્રમુખ તરીકે ડિમ્પલબેન ઉમેશભાઈ પટેલ જેઓ પણ ગત ટર્મમાં બાલદા બેઠક પરથી તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ બંનેને આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપે નામો જાહેર કર્યા છે. જેમના દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું હતું.

ઉમરગામમાં પ્રમુખ તરીકે લલીતાબેન દુમાડાનું નામ જાહેર : આગામી અઢી વર્ષની ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા આજે મેન્ડેટમાં લલીતાબેન દુમાડાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જેઓ ઉમરગામ તાલુકા પંચાયતની માંડા બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે ઉપપ્રમુખ તરીકે વિલાસભાઈ નવીનભાઈ ઠાકરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેઓ સરીગામ બેઠક પરથી તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. બંનેએ આજે ટીડીઓ સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ નોધાવ્યું છે. ગુરુવારના રોજ 11 કલાકે વિધિવત તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે.

  1. Bhavnagar Jilla Panchayat: સાત પાસ મહિલા બન્યા જિલ્લા પંચાયતના પ્રમુખ, પાટીદાર અને કોળી સમાજ સાથે આંતરિક જૂથોને સાચવ્યાની ચર્ચા
  2. Patan Taluka Panchayat: પાટણ તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ
  3. Dahod jilla Panchayat: જાણો કોણ બન્યા દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.