વલસાડઃ ભારત-યુરોપ વચ્ચે વર્ષોથી મરી-મસાલાનો વેપાર થઈ રહ્યો છે. પોર્ટુગલમાંથી પણ રાતો સમુદ્રને પાર કરીને પોર્ટુગીઝો ભારતમાં આવ્યા હતા. તે બાદ તેમણે ગોવાને કબ્જે કર્યું હતું.


પોર્ટુગીઝ લોકો ફળોના અને ખેતીવાડીના શોખીન હતા. તેથી તેઓ તેમની સાથે કેરીની કલમ લાવ્યા હતા. કહેવાય છે કે, પોર્ટુગલના જનરલ અલ્ફાંસો ધી અલબી ક્યુરિક તેમની સાથે કેરીનો છોડ લઈને આવ્યા હતા. જે સમય જતાં અહીં વિકસાવવામાં આવ્યો હતો. તેમના નામ પરથી જ તેનું નામ અલ્ફાંસો પડ્યું હતું. જે અપભ્રંશ થઈને હાફૂસ થયું હોવાનું માનવામાં આવે છે. જે હવે વલસાડની ઓળખ બની છે.