વલસાડ જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, કેટલાક સમયથી ડેમો અને નદીઓ જે સુકાઈ હતી. જે વરસાદ થઈ રહ્યો છે એ ખૂબ વ્યાપક છે. ખેતી અને ખેડૂતો માટે આ વરસાદની ખૂબ જરૂર હતી. વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે, જેને લઈને ડેમમાં પાણીની આવક થઈ રહી છે. નદીઓ તેના ભયાનક સપાટીથી પણ નીચા લેવલ પર છે.
આ સાથે સાથે હવામાન વિભાગ ની આગાહી અનુસાર હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસે તો તેને પોહચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. વલસાડમાં હાલ હોડી તરવૈયાઓ ફાયરની ટીમ સહિત લાયઝનિંગ અધિકારીઓ સાથે એક NDRFની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેથી કોઈ પણ પરિસ્થિતિને પોહચી વળાય.
નોંધનીય છે, વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘ મહેર યથાવત છે. જેને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સતત વરસી રહેલ વરસાદને કારણે મધુબનડેમમાં પાણીની આવક વધીને 40,154 ક્યુસેક થઈ છે. જ્યારે ડેમની સપાટી 65.80 મીટર ઉપર પહોંચી છે, ત્યારે હજુ પણ વરસાદ ધીમીધારે વરસી રહ્યો હોય આવક વધુ પ્રમાણમાં નોંધાશે તે આશા વ્યક્ત કરવામાં આવી હતી.