- યુવા મોરચાના પ્રમુખ તરીકે સ્નેહિલ દેસાઈની નિમણૂક
- જિલ્લા મહામંત્રી તરીકે મયંક પટેલ અને પ્રભાકર યાદવની નિમણૂક
- અનેક સામજિક પ્રવૃત્તિ સાથે જોડાઈને યુવાનોમાં લોકપ્રિયતા મેળવી
વલસાડ: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાની સૂચના મુજબ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત ભાઈ કોરાટ સાથે સંકલન બાદ વલસાડ જીલ્લા યુવા મોરચા માટે પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા સ્નેહિલ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે મયંક પટેલ ઇને પ્રભાકર યાદવની નિમણૂક કરવામાં આવી છે.
યુવા મોરચાના પ્રમુખ તરીકે વલસાડના સ્નેહિલ દેસાઈની નિમણૂક
2014થી વર્ષ 2017 સુધી ભાજપની યુવાપાંખના રાજ્ય કારોબારી સભ્ય તરીકે તેમણે ફરજ બજાવી છે. આ સાથે 2017થી 2021 સુધી રાજ્યના કન્વીનર તરીકે કામગીરી બજાવી છે. સાથે જ હાલમાં યોજાયેલી કપરાડા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પણ મહત્વનું યોગદાન તેમના દ્વારા રહ્યું હતું. સ્નેહિલ દેસાઈને યુવા મોરચા જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક થતા તેમના સમર્થકો માં ઉત્સાહની લાગણી જોવા મળી હતી
યુવા મોરચાના મહામંત્રી તરીકે મયંક પટેલની કરાઈ નિમણૂક
પ્રકૃતિ પ્રેમી તેમજ સામજિક કાર્યોમાં આગળ અને દરેક સેવાકીય કામગીરીમાં નિસ્વાર્થ ભાવે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં ગ્રાસરૂટ કક્ષાએ કામગીરી કરનારા મયંક પટેલ ઉર્ફે એમ. કે.ના હુલામણા નામે જાણીતા મયંક પટેલ ગત ટર્મમાં પારડી તાલુકા યુવા મોરચાના ઉપ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની ટર્મ દરમ્યાન અનેક સેવાકીય કામગીરી અને વૃક્ષારોપણ જેવી અનેક સમાજલક્ષી કામગીરી તેઓ કરતા આવ્યા છે. તેમની મહામંત્રી તરીકે નિમણૂક થતા તેમના શુભેચ્છાઓ મળી રહી છે.
યુવા ભાજપ મહામંત્રી તરીકે પ્રભાકર યાદવની નિમણૂક
ધરમપુર ખાતે આવેલી વનરાજ કોલેજમાં જી. એસ. તરીકે ચૂંટાઈ આવ્યા બાદ રાજકારણમાં પ્રવેશેલા અને વર્ષોથી ગૌસેવા સહીત અનેક સમાજિક કર્યોમાં ધરમપુર અને આસપાસના ગામોમાં સક્રિય રહેતા પ્રભાકર યાદવ ગત ટર્મમાં ધરમપુર શહેર મહામંત્રી રહી ચૂક્યા છે અને અનેક અંતરિયાળ ગામોમાં વસવાટ કરતા યુવા વર્ગમાં તેઓ ખૂબ ચાહના ધરવે છે. તેમની જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક થતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.