વાપી: સંઘપ્રદેશ દમણમાં રવિવારે વધુ 20 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દમણમાં કુલ કેસમાંથી 112 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 237 દર્દીઓ સાજા થતા તેને રજા આપવામાં આવી છે. 7 નવા કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 64 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે.
વલસાડ જિલ્લામાં રવિવારે 14 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. 7ને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. તો, વલસાડના છરવાડાના 88 વર્ષીય પુરુષ, વાપી ચણોદની 36 વર્ષીય મહિલા, ઉમરગામના સંજાણના 51 વર્ષીય પુરુષ અને વલસાડની 63 વર્ષીય મહિલા મળી કુલ 4 દર્દીઓ મૃત્યુ પામ્યા હતાં. જેમનો ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે.
- વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ કોરોના કેસની વાત કરીએ તો વલસાડમાં કુલ 118 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 52 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 62 દર્દીઓને રજા આપવામાં આવી છે. 04 દર્દીઓ કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણો મૃત્યુ પામ્યા છે.
- પારડી તાલુકામાં કુલ 57 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 23 સારવાર હેઠળ છે. 27 દર્દીને રજા આપવામાં આવી છે. ત્રણ દર્દીના મૃત્યુ કોરોનાથી થયા છે. જ્યારે ચાર અન્ય દર્દીઓનાં કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી મૃત્યુ થયા છે.
- વાપી તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. વાપી તાલુકામાં અત્યાર સુધીમાં 226 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 71 દર્દીઓ સારવાર હેઠળ છે, 133 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી 02 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 20 દર્દીઓના મૃત્યુ કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી થયા છે.
- ઉમરગામ તાલુકામાં 27 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 12 દર્દીઓ સારવાર હેઠળ છે. 12 દર્દીઓને રજા આપવામાં આવી છે. એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. 02 દર્દીના કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી મૃત્યુ થયા છે.
- ધરમપુર તાલુકામાં 12 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 06 સારવાર હેઠળ છે. પાંચને રજા આપવામાં આવી છે. એક દર્દીનું કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી મૃત્યુ થયું છે.
- કપરાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 09 હાલ સારવાર હેઠળ છે. 06ને સારવારમાંથી રજા આપવામાં આવી છે. આ વિસ્તારમાંથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.
- વલસાડ જિલ્લામાં કુલ 455 કેસ નોંધાયા છે. જેમાંથી 173 દર્દીઓ હજૂ પણ સારવાર હેઠળ છે. 245 દર્દીઓને રજા આપવામાં આવી છે. 06 દર્દીઓના મૃત્યુ કોરોનાથી થયા છે. 31 દર્દીઓના મૃત્યુનો કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી થયા છે.
- રવિવારના દિવસે દાદરા નગર હવેલીમાં 15 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 05 દર્દીઓ રિકવર થતાં તેમને રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં કુલ 102 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે 192 દર્દીઓને સારવાર માંથી રજા આપવામાં આવી છે.
- દાદરા નગર હવેલીમાં રવિવારે નોંધાયેલા કેસને લઈને 13 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે સાથે કુલ કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 112 પહોંચી છે.