વલસાડઃ શહેરના બાપુનગર ક્ષેત્રમાં આવેલા ધોબીતળાવ વિસ્તારમાં એક મહિલા વનિતા ઉર્ફે ફરીદા નસીમ ઘડિયાળ કેફી દ્રવ્યો સાથે મળી આવી હતી. પોલીસે બાતમીના આધારે જગ્યા ઉપર રેડ કરતા પોલીસને આ મહિલાના ઘરમાંથી સાત જેટલા કેફી પદાર્થના પેકેટ મળી આવ્યા હતા. મળેલા પેકેટનું વજન કરતા 5.30 ગ્રામ જેટલું વજન થયું હતું, જેની કિંમત અંદાજે 530 રૂપિયા આંકવામાં આવી છે.
મહિલાએ આ કેફી દ્રવ્યો વેચ્યા બાદ એકત્ર કરેલા પૈસા 3100 મળી કુલ 3630નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને આ કેફી દ્રવ્યની FSLની ટીમને બોલાવી તપાસ કરાવતા આ કેફી દ્રવ્ય ગાંજો હોવાનું બહાર આવ્યું છે, જે બાદ પોલીસે વનિતા ઉર્ફે ફરીદા નસીમ ઘડિયાળની ધરપકડ કરી છે અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શુક્રવારના રોજ તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, આ અગાઉ પણ પોલીસે મહિલાને આ જ ગુનામાં ધરપકડ કરી હતી અને તે સમયે પણ તેના ઘરમાંથી પોલીસને વ્યાપક પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને ફરીથી આ જ મહિલા ગાંજો વેચતા પોલીસના હાથે ચડી છે. ત્યારે હવે પોલીસ આગામી દિવસમાં કેવી કામગીરી કરે એના પર સૌની નજર છે.