ETV Bharat / state

વલસાડના શહેરીજનો માટે પીવાના પાણીની સર્જાશે સમસ્યા - gujaratinews

વલસાડ : શહેરના પાલિકા વિસ્તારમાં આવતા અનેક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડશે. હાલમાં દમણ ગંગા નહેર વિભાગ દ્વારા છોડવામાં આવેલ પાણી દ્વારા વલસાડ અબ્રામા ખાતે આવેલ વોટર વર્ક ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. દર 15 દિવસે આવતા રોટેશન મુજબ પાણીથી હાલ ડેમ ફૂલ થયો છે. પરંતુ નહેર વિભાગનું રોટેશનના 15 દિવસનો સમય પૂર્ણ થયો છે. હવે પાણી 15 દિવસ બાદ આવશે જેને લઈને વલસાડ વાસીઓને પાણી માટે કરકસર કરવાની ફરજ પડશે. વલસાડ પાલિકા દ્વારા દિવસમાં માત્ર એક જ વાર પાણી આપવાનું નક્કી કર્યું હોવાનું પાલિકા C.Oએ જણાવ્યું હતું

વલસાડના શહેરીજનો માટે પીવાના પાણીની સર્જાશે સમસ્યા
author img

By

Published : May 16, 2019, 1:07 AM IST

વલસાડ પાલિકા વિસ્તારમાં આવેલ દરેક વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે મુશ્કેલી પડી છે. શહેરીજનોએ પહેલા પણ અનેક મોરચા કાઢ્યા છે. તમામ સમસ્યાની વચ્ચે વલસાડ પાલિકા જે સ્થળે થી પાણી મેળવે છે. ત્યાં અબ્રામા ડેમ ઉપર પાણી સુકાઈ ગયું હતું. થોડા સમય પહેલા દમણગંગા નહેર વિભાગ દ્વારા નહેર મારફતે આપવામાં આવેલ પાણીથી ડેમ ફરી ભરાયો છે.

લોકોને વરસાદના આવે ત્યાં સુધી કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ નહેર વિભાગ દ્વારા દર 15 દિવસે 5 દિવસ સુધી પાણી છોડવામાં આવે છે. હાલ માં 15 દિવસનું આ રોટેશન પૂર્ણ થતાં હવે નહેરમાં પાણી આગામી 5 જૂન સુધી આવી શકે તેમ છે. ત્યારે શહેરિજનોને પાણી દિવસમાં માત્ર એક વાર પાણી આપવામાં આવશે તેવુ પાલિકા C.O વસાવાએ જણાવ્યું હતું.

જો 21 જૂન સુધીમાં વરસાદ વલસાડમાં આગમન કરે તો વલસાડ પાલિકાના ડેમ સુકાઈ પણ શકે છે. આગમી દિવસમાં વલસાડ પાલિકા વિસ્તારમાં રહેતા રહીશોને પીવાના પાણીની સમસ્યાનો સમાનો કરવો પડશે.

Slag :- જો વરસાદ ખેંચાઈ જાય તો વલસાડના શહેરી જનો માટે પીવાના પાણી ની સર્જાશે સમસ્યા 

વલસાડ પાલિકા વિસ્તાર માં આવતા અનેક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી શકે એમ છે જોકે હાલ તો દમણ ગંગા નહેર વિભાગ દ્વારા છોડવામાં આવેલ પાણી દ્વારા વલસાડ અબ્રામા ખાતે આવેલ વોટર વર્ક ડેમ માં પાણી નો સંગ્રહ કરવામાં આવે છે દર 15 દિવસે આવતા રોટેશન મુજબ આવતા પાણી થી હાલ તો ડેમ ફૂલ થઈ ચૂક્યો છે પરંતુ નહેર વિભાગ નું રોટેશન ના 15 દિવસ નો સમય પૂર્ણ થઈ જતા હવે પછી પાણી 15 દિવસ બાદ આવશે જેને લઈ ને વલસાડ વાસીઓને પાણી માટે કરકસર કરવાની ફરજ પડશે અને એ માટે જ વલસાડ પાલિકા દ્વારા દિવસ માં માત્ર એક જ વાર પાણી આપવાનું નક્કી કર્યું હોવાનું પાલિકા સી ઓ જણાવ્યું હતું 

વલસાડ પાલિકા વિસ્તારમાં આવેલ દરેક વોર્ડ માં છેલ્લા કેટલાક સમય થી પીવાના પાણી માટે મુશ્કેલી પડી છે શહેરીજનોએ અગાઉ અનેક મોરચા કાઢ્યા તો મહિલાઓ એ માટલા પણ ફોડ્યા હતા એ તમામ સમસ્યા ની વચ્ચે વલસાડ પાલિકા જે સ્થળે થી પાણી મેળવે છે ત્યાં અબ્રામા ડેમ ઉપર પાણી સાવ સુકાઈ ગયું હતું જોકે થોડા સમય પહેલા દમણગંગા નહેર વિભાગ દ્વારા નહેર મારફતે આપવામાં આવેલ પાણી થી ડેમ ફરી ભરાયો છે અને હાલ હોવી લોકોને વરસાદ ના આવે ત્યાં સુધી કરકસર પૂર્વક પાણી નો ઉપયોગ કરવા જણાવવા માં આવ્યું છે બીજી તરફ નહેર વિભાગ દ્વારા દર 15 દિવસે 5 દિવસ સુધી પાણી છોડવામાં આવે છે અને હલ માં જ 15 દિવસ નું આ રોટેશન પૂર્ણ થતાં હવે છેક નહેર માં પાણી આગામી તારીખ 5 જૂન સુધી આવી શકે એમ શકયતા ઓ હોય શહેરિજનો ને પાણી દિવસ માં માત્ર એક વાર પાણી આપવામાં આવશે નું પાલિકા સી ઓ વસાવા એ જણાવ્યું હતું એમણે કેમેરા સમક્ષ આવવા નો ઇનકાર કરતા કહ્યું કે તેમને કોઈ પણ પ્રકાર ની માહિતી આપવા માટે ઉચ્ચ કક્ષાએ થી ના પાડવામાં આવી છે 
નોંધનીય છે કે જો જૂન માસ માં વરસાદ તારીખ 21 સુધી વલસાડ માં આગમન કરે તો ત્યાં સુધીમાં વલસાડ પાલિકા ના ડેમ સુકાઈ પણ શકે એમ છે ત્યારે હાલ માં સ્થિતિ ભલે વધુ સારી હોય પણ આગમી દિવસ માં વલસાડ પાલિકા વિસ્તાર માં રહેતા રહીશોને પીવાના પાણી ની સમસ્યા નો સમાનો કરવો પડી શકે એમ છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.