ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વલસાડ ભાજપ દ્વારા બેઠકોનો દૌર શરૂ - વલસાડ ભાજપ

વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે ભાજપના જિલ્લા મહામંત્રીએ અન્ય પદાધિકારીઓ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.

Valsad BJP
Valsad BJP
author img

By

Published : Jan 11, 2021, 3:16 PM IST

  • વલસાડ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ બેઠકો યોજાઈ
  • ભાજપે વલવાડામાં કાર્યકરો સાથે ચર્ચા કરી
  • જિલ્લા પંચાયતની 38 બેઠકો પર જીતનો વિશ્વાસ

વલસાડ : ઉમરગામ તાલુકા ભાજપ કાર્યકરો માટે વલવાડામાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીલક્ષી માર્ગદર્શનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા મહામંત્રીએ ભાજપ જિલ્લા પંચાયતની તમામ 38 બેઠકો કબ્જે કરશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વલસાડ ભાજપ દ્વારા બેઠકોનો દૌર શરૂ

કાર્યકરોને માર્ગદર્શન આપ્યું

શુક્રવાર સાંજે ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે સાઈ મંદિરના પ્રાંગણમાં ભાજપે બેઠકનું આયોજન કર્યું હતું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પૂર્વ વિજેતા અને હારેલા કાર્યકરો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Valsad BJP
ભાજપે વલવાડામાં કાર્યકરો સાથે ચર્ચા કરી

સારા ઉમેદવારોના નામ પાર્ટીમાં મોકલવામાં આવશે

આ અંગે વલસાડ જિલ્લા મહામંત્રી કમલેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આદેશ કર્યો છે. કે, દરેક પદાધિકારી જે તે બેઠક પર કાર્યકરોને મળે તેની સાથે પાર્ટીના વિકાસની ચર્ચા કરે, સારા ઉમેદવારને શોધે અને તેની જાણ પાર્ટીને કરે.

Valsad BJP
જિલ્લા પંચાયતની 38 બેઠકો પર જીતનો વિશ્વાસ

સી. આર. પાટીલનું માઈક્રો પ્લાનિંગ

જે આદેશ મુજબ ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની સીટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પેજ પ્રમુખ અંગે કરેલું માઈક્રો પ્લાનિંગ, સીમાંકન મુજબ થયેલા સીટના ફેરફાર અંગે કાર્યકરોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Valsad BJP
વલસાડ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ બેઠકો યોજાઈ

તમામ સીટ જીતવાનો ભાજપને વિશ્વાસ

આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા મહામંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જિલ્લાની તમામ 38 સીટો ભાજપ કબ્જે કરશે. ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકા પંચાયતની 30 સીટની ચૂંટણી પણ સાથે હોય આ બેઠકમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.