- વલસાડના દંપતીએ દિવાળીની કરી અનોખી ઉજવણી
- 300 ગરીબોના ઘરમાં અજવાળું પાથરી ઉજવી દિવાળી
- સોલાર લાઈટની ભેટ આપી ગરીબોના ઘરને ઉજ્જવળ કર્યુ
વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતા એક યુગલ દ્વારા લગ્નની પહેલી દિવાળીને કંઈક અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દંપતી દ્વારા આ દિવાળીનો તહેવાર 300 ગરીબ પરિવારના ઘરોમાં અજવાળું કરવા સોલાર લાઈટ ગિફ્ટમાં આપી ઉજવણી કરી હતી. 300 પરિવારો ઝૂપડામાં રહે છે. જ્યાં લાઈટ કનેક્શન પણ નથી ત્યાં અજવાસ પાથરીને દિવાળીને સાચા રૂપમાં સાર્થક કરી હતી.
મસરાણ દંપતી દ્વારા 300 પરિવારોને સોલાર લાઈટ અપાઈ
ઋષિત મસરાણી તથા તેમના પત્ની દ્રારા ધરમપુર તાલુકાના 300 જેટલા ગરીબ પરિવારોને દિવાળીના ખાસ તહેવાર નિમિત્તે સોલાર લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમના જીવનમાં આ દિવાળીના તહેવારમાં અંધકાર દૂર થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દંપતીએ સાચા રૂપમાં દિવાળીને તહેવારની ઉજવણી કરી જીવનમાં પ્રકાશ કેટલો મહત્વનો છે તે સાબિત કર્યું હતું.
ચાર્જેબલ સોલાર લાઈટ 6 કલાક સુધી પ્રકાશ આપી શકે છે
લાઈટ મળતા તમામ પરિવારોમાં એક ખુશીનો માહોલ છવાયો હતો. આ સોલાર લાઇટ 4 થી 6 કલાક સુધી ચાલશે. જેથી આ પરિવારમાં રહેતી મહિલાઓના કામ થઈ શકશે અને ઘરમાં પ્રકાશ રહી શકશે. આમ ધરમપુરમાં આ યુગલ દ્વારા દીપોત્સવના તહેવારને ખરી રીતે સાર્થક કરી બતાવ્યો હતો.