- ડેહલીમાંથી 9.70 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો
- એક યુવકની ધરપકડ
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
ઉમરગામઃ ડેહલી ગામે એક ઘરમાંથી રૂપિયા 9.70 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
વલસાડ SOG ભીલાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI આર.બી.વનાર અને પોલીસ સ્ટાફના કર્મીઓના સંયુક્તપણે ઉમરગામ તાલુકાના ડેહલી ગામે એક ઘરમાંથી 9.70 લાખની કિંમતનો 97 કિલ્લો ગાંજાના જથ્થા સાથે પવન પ્રતાપસિંહ પાલ નામના ઇસમને ઝડપી પાડ્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ઝડપાયેલા યુવક સરીગામ જીઆઇડીસીમાં જેબીએફ કંપની સામે અશોક રાયની ચાલમાં ઘર જમાઈ બનીને રહેતો હતો. જ્યારે માલ વેચવા માટે આપી જનારા બોઈસર પાલઘર મહારાષ્ટ્રના તહોમતદાર રાજુ બાબા પવારને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસેે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.