ETV Bharat / state

Valsad News: વલસાડના વેલવાચ ગામે દીપડાનો હુમલો બે મહિલાને ઈજા - village of Valsad

વલસાડ તાલુકાના વેલવાચ ગામે ઘરમાં ભરાયેલા દીપડા એ મહિલા દરવાજો બંધ કરે તે પહેલાં આકસ્મિક હુમલો કરતા મહિલાને કાન અને ગાલના ભાગે જ્યારે અન્ય એક મહિલાને કમરના ભાગે પંજો મારતા લોહી લુહાણ હાલતમાં ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વલસાડના વેલવાચ ગામે દીપડાનો હુમલો બે મહિલા ઘાયલ

author img

By

Published : Jul 3, 2023, 11:01 AM IST

Updated : Jul 3, 2023, 11:37 AM IST

વલસાડના વેલવાચ ગામે દીપડાનો હુમલો બે મહિલા ઘાયલ

વલસાડ: તાલુકાના વેલવાચ કુંડી ફળિયામાં રહેતો પરિવાર પોતાના ખેતરમાં કામ અર્થે ગયો હતો. જે પતાવી પરત પોતાના ઘરે પહોંચતા દીપડો ઘરમાં ભરાઈને બેઠો હતો. જો કે પરિવારની દીકરી દરવાજો ખોલતા જ તેણે વાઘ જેવું જાનવર દેખાતા બુમાબૂમ અને ચીસા ચીસ કરી બહાર દોડી આવી હતી. જે જોતા તેની માતા દરવાજો બંધ કરવા દોડી હતી. પરંતુ દરવાજો બંધ કરે તે પહેલા જ ઘરમાં રહેલા દીપડાએ અચાનક બહાર દોડી આવી મહિલા ઉપર હુમલો કરી દીધો હતો.

બે મહિલા ઘાયલ: વલસાડના વેલ-વાંચના કુંડી ફળિયામાં રહેતા મનીષા બેન મુકેશભાઈ પટેલ અને કમળા બેન ચંદુભાઈ પટેલ નામની મહિલાઓ ઘટનામાં ઈજા પામી છે. મનીષાબેન ખેતરેથી કામ પતાવી પરત ઘરે પહોંચ્યા હતા. અચાનક તેમની દીકરી ઘરનો દરવાજો ખોલી અંદર ગયા બાદ વાઘ જેવું જાનવર દેખાતા ગભરાઈને ચીસા ચીઝ કરી બહાર દોડી આવી હતી.

"ઘટના બનતા લોકોએ મને જાણ કરી ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક જંગલ વિભાગને સમગ્ર હકીકત થી અવગત કરાવવામાં આવ્યા છે. ફરેસ્ટ વિભાગ દ્વારા પીંજરું ગોઠવવા માટે ની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે"-- જગન પટેલ (ગામના સરપંચ)

પંજો માર્યો: અવાજ સાંભળતા જ તેમની માતા મનીષાબેન ઘરના દરવાજો બંધ કરવા દોડ લગાવી પરંતુ દરવાજો બંધ કરે તે પહેલાં જ દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. તેમને કાન ના ભાગે પંજો માર્યો હતો. બુમાબુમ થતા બાજુમાં રહેતા તેમના કાકી કમળા બેન પણ દોડી આવ્યા હતા. જેમને પણ દીપડા એ કમર ના ભાગે અને માથાના ભાગે પંજો મારતા ગંભીર ઇજાઓ થઈ હતી.

ગામમાં ભયનો માહોલ: ઘરમાં ભરાઈને બેસેલા દીપડાએ અચાનક હુમલો કરતા બે મહિલાઓ ઘાયલ થઈ હોવાની વાત સમગ્ર ગામમાં વાયુવગે પ્રસરી જતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે અને લોકોનું માનવું છે. હજુ પણ દીપડો તેમના ગામમાં જ ફર્યા કરે છે જેથી તાત્કાલિક જંગલ વિભાગ તેને પકડવા પિંજરું ગોઠવે તેવી માંગ કરાય છે. વેલવાચ કુંડી ફળિયામાં દીપડાએ કરેલા હુમલામાં બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

સારવાર હેતુ ખસેડાઈઃ જેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે હાલમાં તેઓની સ્થિતિ સારી હોવાનું તબીબો એ જણાવ્યું છે. પરંતુ દીપડાએ મારેલા પંજા ને કારણે તેમને કમર અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

લોકો રાત્રે જાગરણ કરશે: અચાનક બનેલી ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે રાત્રિ દરમિયાન ગામના લોકો એકલદોકલ રસ્તા ઉપર નીકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ આ ઘટના બાદ નક્કી કર્યું છે કે જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી તેઓ રાત્રિ જાગરણ કરી લોકો પોતાના પરિવારને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરશે. વેલવાચ કુંડી ફળિયામાં બનેલી દીપડાના હુમલા ની ઘટના અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણકારી આપવામાં આવી માહિતગાર કરવામાં આવ્યા છે. લોકોએ ગામમાં ગોઠવવાની માંગ કરી છે.

  1. Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
  2. Navsari News : ચીખલીના ખૂંધ ગામે દીપડાએ ઝાડ પર અડીંગો જમાવ્યો

Last Updated : Jul 3, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.