ETV Bharat / state

વલસાડ હાઇવે ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા મોપેડ ચાલકનું મોત - valsad police

વલસાડ નજીક હાઇવે ઉપર આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક વહેલી સવારે પોતાની બાઈક લઇને વાપી તરફ જઇ રહેલા એક જ્યોતિષ અને કર્મકાંડી બ્રાહ્મણનું અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા બાઈક ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત થયું હતું.

વલસાડ અકસ્માત
વલસાડ અકસ્માત
author img

By

Published : Feb 6, 2021, 12:41 PM IST

  • મૃતક બાઈક ચાલક વાપી મુક્તાનંદ માર્ગ ખાતે રહેતો હતો
  • જ્યોતિષ અને કર્મકાંડી અંગેની કામગીરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું
  • ચંદ્રમૌલેશ્વર મંદિરની સામે હાઇવે ઉપર વાંકી નદીના બ્રિજ ઉપર બની ઘટના

વલસાડ: નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી મુંબઈ તરફના ટ્રેક ઉપર પોતાની મોપેડ લઈ વાપી તરફ જઈ રહેલા ઉદયકુમાર હર્ષદ રાય ભટ્ટ વાંકી નદીના બ્રિજ ઉપરથી પસાર થતા હતા. ત્યારે પાછળથી આવેલા એક અજાણ્યા વાહન ચાલકે કટ મારતા પોતાનું બેલેન્સ ચૂકેલા ઉદય ભટ્ટ રોડ ઉપર પટકાતા માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને પગલે તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોટ નીપજ્યું હતું.

વલસાડ અકસ્માત
ત્યાંથી પસાર થતા વાહન ચાલકે 108ને ફોન કરી જાણકારી આપી હતી

વાંકી નદીં ઉપરથી પસાર થતા મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે બાદ ત્યાંથી પસાર થતા કેટલાક વાહન ચાલકોએ 108 અને વલસાડ રૂરલ પોલીસને જાણકારી આપતા 108 સ્થળ ઉપર પોહચીને તપાસ કરતા મોપેડ ચાલાકને મૃત જાહેર કર્યો હતો. પોલીસ પણ સ્થળ ઉપર પહોંચ્યા બાદ ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો અને મૃતક પાસેથી મળી આવેલા પાકીટ અને અન્ય દસ્તાવેજોને આધારે મૃતકના પરિજનોને જાણકારી આપી હતી જે બાદ મૃતકની બોડીને પી એમ માટે લઇ જવામાં આવી હતી.

હાઇવે ઉપર અગાઉ પણ અનેક હિટ એન્ડ રનની ઘટના બની ચૂકી છે

શનિવારે બનેલી ઘટના હાઇવે ઉપર પહેલી નથી. આ અગાઉ પણ અનેક ઘટના વલસાડ હાઇવે ઉપર બની ચૂકી છે. જેમાં અનેક ભારે વાહનો દ્વારા બાઈક ચાલકોને ટક્કર મારી ફરાર થઇ જવાના કિસ્સા ભૂતકાળમાં પણ બની ચુક્યા છે. જોકે ઘટના બન્યા બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચીને મૃતકના પરિવારજનોને સમગ્ર બાબતે જાણકારી આપી હતી અને આજાણ્યા વાહન ચાલાક સામે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.