- વલસાડમાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે જનજાગૃતિતા રેલી યોજાઇ
- પારડી પોલીસ દ્વારા વિશેષ રેલીનું આયોજન
- RTOના નિયમો અંગે જાગૃતતા લાવવા જનજાગૃતિ રેલી યોજાઇ
વલસાડઃ પારડી પોલીસ દ્વારા આજે પારડી નગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે વાહન ચાલકોમાં RTOના નિયમો અંગે જાગૃતતા આવે એવા હેતુથી એક વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારડી પોલીસ મથકના PSI તેમજ પોલીસ જવાનો વિશેષ બેનરો સાથે નગરમાં નીકળી RTOના નિયમોનું પાલન કરનારાને ગુલાબના ફૂલ આપી સન્માન કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઇ
વલસાડ જિલ્લામાં વધી રહેલા અકસ્માતની સંખ્યાને રોકવા માટે દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ વખતે વલસાડ જિલ્લા દ્વારા માર્ગ સલામતી માસ એટલે કે, 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી એક મહિનો સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે પૈકી પારડી પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પારડી પોલીસ દ્વારા જન જાગૃતિતા રેલીનું આયોજન
પારડી પોલીસ દ્વારા લોકોમાં વાહન ચાલવતી વખતે પોતાની સુરક્ષા અને પોતાના પરિવારની સુરક્ષા અંગે જાગૃતતા લાવવા માટે બ્રિજ નીચે ચાર રસ્તાથી પી એસ આઈ બી એન ગોહિલના નેતૃત્વમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. માર્ગમાં હેલ્મેટ પહેરીને આવતા વાહન ચાલકોને RTOના નિયમનું પાલન કરવા બદલ ગુલાબના ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વંય સુરક્ષિત રહેવા માસ્ક પેહરવું જરૂરી હોવાનો મેસેજ
આમ પારડી નગરમાં વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે હેતુ થી પોલીસ દ્વારા એક રેલી અને સ્વંય સુરક્ષિત રહેવા માટે હેલ્મેટ પહેરવું તેમજ માસ્ક પેહરવું જરૂરી હોવાનો મેસેજ આપવામાં આવ્યો હતો.