વલસાડઃ પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ(PUBG) સહિત ચીનની તમામ એપ્સ બેન કરી છે. આ વાત સાચી છે કે PUBGને કોરિયન વીડિયો ગેમિંગ કંપની નૂહોલે ડેવલપ કરી છે. પરંતુ ચીનની મલ્ટિનેશનલ કંપની ટેન્સેન્ટનો તેમાં ભાગ છે.
આ પહેલાં પણ PUBG ધ્યાનમાં આવી હતી, ઘણાં રાજ્યોએ તેને કામચલાઉ રૂપે બેન કરી હતી. ત્યારબાદ PUBGએ ખાતરી આપી હતી કે, પેરેન્ટ્સ એજ્યુકેટર્સ અને સરકારી સંગઠનોની સલાહ લઈને સુરક્ષિત ઇકોસિસ્ટમ બનાવાશે.
સાયબર નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે કંપની ભલે કોરિયાની હોય પણ જો સર્વર ચીનમાં હોય તો ડેટા ત્યાંથી જરૂરથી ક્લેક્ટ થઈ રહ્યો હશે જે એપ્સમાં ચાઈનીઝ કંપનીઓએ રોકાણ કર્યું છે તેનાથી જોખમ છે. આવી કંપનીઓને ત્યાંની સરકાર સાથે યુઝરનો ડેટા શેર કરવો પડે છે, સરકારે આ એપ્સને મોનિટર કરવા માટે પ્રક્રિયા નક્કી કરી છે. IT મંત્રાલયને ભારતમાં એપ્સની સતત તપાસ માટે એક કાયદો ઘડવા માટે કહેવામાં આવ્યું છે.
- આ પણ વાંચોઃ PUBG રમવાનું ના કહેતા પુત્રએ કરી પિતાની હત્યા
સરકારે બુધવારના રોજ વધુ 181 ચિની એપ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં યુવનોને મોતના મુખ સુધી લઈ જનાર પબજી ગેમનો પણ સમાવેશ થાય છે. આ પબજી ગેમને કારણે દેશમાં અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, કેટલાક યુવાનોએ આંખો ગુમાવી તો કેટલાક કે પોતાની માનસિક સંતુલન કેટલાક પરિવારો પણ એના કારણે તૂટ્યા છે. સરકારે જે નિર્ણય કર્યો છે, તે ખૂબ યોગ્ય હાલ પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે.
સમગ્ર ભારતમાં 3.5 કરોડ જેટલા પબજી યુઝર છે અને એક્ટિવ યુઝર 2.5 કોરોડ છે, જે 24 હજાર કરોડ જેટલી ઇન્કમ ભારતમાંથી કમાય છે, સરકારે પ્રતિબંધ મુકતા હવે અનેક પરિવારો તૂટતા અટકશે અને અનેક યુવાનો જે કામધંધા છોડી માત્રને માત્ર મોબાઈલમાં સમયનો વ્યય કરીને અધોગતિ તરફ જતા હતા, એ તમામ યુવાનોનું ભવિષ્ય બગડતું અટકશે. આ બાબતે જાણીશું શુ કહે સામાન્ય નાગરિક અને તબીબ...