વલસાડ: વલસાડ તાલુકાના દાંતી ગામના(Burning Boat in Valsad) કિનારે લાંગરેલી બોટમાં પાણી ગરમ કરતી વેળાએ આગ લાગવાની ઘટના બની હતી. બોટ માલિક બોટમાં સ્ટવ સળગાવી પાણી ગરમ કરી રહ્યા હતાં દરમિયાન માછલી પકડવાની જાળમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનામાં બોટ માલિક દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ફાયર બ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
બોટ માલિક પોતે આટલું દાઝી ગયો - વલસાડ તાલુકાનાં દાંતી ગામે(Fire in Boat Danti beach) મોટીદાંતી અક્ષરધામ ફળિયાના રહેવાસી 45 વર્ષીય સુરેશ ટંડેલ શનિવારે સવારે 9.00 કલાકે દરિયા કાંઠે ખાડીમાં લાંગરેલી બોટમાં સ્ટવ સળગાવી પાણી ગરમ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક સળગતો સ્ટવ ઢળી પડતાં બાજુમાં પડેલી માછલી પકડવાની જાળી(Fishing net catch fire) સળગી ગઈ હતી. આ સાથે ધીમે ધીમે બોટ આગની લપેટમાં આવી ગઈ હતી. બોટ માલિક સુરેશ ટંડેલ પણ આગની લપેટમાં આવી જતાં હાથ ,પગ અને પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતાં તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Fire in Ahmedabad: સત્યમ્ કોમ્પ્લેક્સમાં આગ લાગતા માલ બળીને ખાક
ફાયર વિભાગે જહેમતથી આગ કાબૂમાં લીધી - લાકડાની બોટમાં હોવાથી આગ વિકરાળ બની ગઇ હતી. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ફાયરની ટીમ ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વલસાડ ફાયર બ્રિગેડની ટીમે(Valsad Fire Brigade Team) એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લાવવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: Burning Car In Vadodara : વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર બળીને થઈ ખાખ
બોટ માલિકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા - આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા સુરેશ ટંડેલને તાત્કાલિક સારવાર અર્થે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા હેઠળ વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં(Kasturba Hospital Valsad) ખસેડાયા હતાં. જોકે આ બનાવ અંગે ડુંગરી પોલીસની ટીમે(Dungri police team Valsad) ઘટનાસ્થળે જઈને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.