ETV Bharat / state

સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન, અન્ય બેની વાપીની હોસ્પિટલમાં સારવાર - Cyrus Mistry dies in a road accident

સાયરસ મિસ્ત્રીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ અંગે તેમણે એક ટ્વિટ કરીને પોતાની વાત શેર કરી હતી. ટાટા ગ્રૂપના સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં મૃત્યું થયું છે. મુંબઈના પાલઘર પાસે એમની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી 2019માં ટાટા ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન હતા. Tata Group Cyrus Mistry, Former chairman of Tata Sons Cyrus Mistry

સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન, અન્ય બેની વાપીની હોસ્પિટલમાં સારવાર

author img

By

Published : Sep 4, 2022, 9:08 PM IST

વલસાડઃ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (Former chairman of Tata Sons Cyrus Mistry) અમદાવાદથી મુંબઈ પરત (Cyrus Mistry Car Accident) થઈ રહ્યા હતા ત્યારે ચારોટી નજીક સૂર્યા નદીના બ્રિજ ઉપર અકસ્માત થયો હતો. જેમાં બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી (Cyrus Mistry dies in a road accident) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે જાણકારી મળતા ઉદવાડા અગિયારીના દસ્તુરજી સહિતના પારસી અગ્રણીઓ હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા. આ ઘટનામાં ટાટા ગ્રૂપના સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. અમદાવાદથી મુંબઈ પરત ફરતા સમયે આ અકસ્માત થયો હતો.

સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન, અન્ય બેની વાપીની હોસ્પિટલમાં સારવાર
બ્રીજના કિનારે કારઃ અમદાવાદથી મુંબઈ પરત થતા સૂર્યા નદીના બ્રીજ ઉપર મરસીડીઝનો અકસ્માત (Mumbai Ahmedabad National Highway) થતા સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યું નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા બે વ્યક્તિઓને અન્યને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે વાપીની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.વાપીની રેમ્બો હોસ્પિટલમાં બે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે. જેમાંથી એક મહિલા હોવાનું જાણવા મળે છે.

કોણ છે આઃ ચારોટી પાસે થયેલા આ અકસ્માતમાં બે ઇજાગ્રસ્તોમાં ડૉ.દારાયસ દિનશા પંડોલ અને ડૉ અનાહિતા દારાયાસ પંડોલનો સમાવેશ થાય છે. જેને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે વાપીની રેમ્બો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ બન્ને ઇજાગ્રત સાયરસ મિસ્ત્રીના સ્વજન છે. જોકે, ગંભીર ઘટનાને ધ્યાને લેતા વાપી પોલીસ તેમજ ઉદવાડા પારસી સમાજના વડા દસ્તુરજી ખુરસેદજી સહિત અનેક પારસી અગ્રણી હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા.

ખોટ વર્તાશેઃ આ ઘટનાની જાણકારી મળતા જ હોસ્પિટલ આવી પહોંચેલા પારસી સમાજના ધર્મગુરુ દસ્તુરજી એ જણાવ્યું કે સાયરસના જવા થી સમાજને મોટી ખોટ પડી છે. એટલું જ નહીં તે મુંબઈ ગયા તે પહેલાં સવારે ઉદવાડા ઇરાનશાહ દર્શને પણ આવ્યા હતા. બપોરે તેના મોતના સમાચાર જાણી ખૂબ આઘાત લાગ્યો છે. તેમના પત્ની માતા પુત્રને આઘાત સહન કરવાની ઇરાનશાહ શક્તિ આપે એવું દસ્તુરજી એ જણાવ્યું હતું. ઉદવાડા અગરિયારીના દસ્તુરજી એ જણાવ્યું કે માત્ર સાયરસ નહીં તેના પોતા અને સાપુરજી પાલનજી ગ્રુપ ધર્મશાળા હોય કે કોઈ ધાર્મિક સ્થળ તેને વિકસાવવા કે રીનોવેટ કરવા માટે કાયમ દાનનો અવિરત પ્રવાહ વહાવતા હતા.

મોદીએ નોંધ લીધીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યું છે. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, સાયરસ મિસ્ત્રીનું આવી રીતે અચાનક રીતે જવું શોક સમાન છે. આ સાથે ઉદ્યોગજગતને મોટી ખોટ પડશે. ટાટા ગ્રૂપના સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં મૃત્યું થયું છે. કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી 2019માં ટાટા ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન હતા. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી 2019માં ટાટા ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન હતા. મિસ્ત્રી, જેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા, તેઓને ઓક્ટોબર 2016માં પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

કાર અકસ્માતમાં મૃત્યુંઃ રતન ટાટાએ તેમની નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ડિસેમ્બર 2012માં તેમણે ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ચંદ્રશેખરન બાદમાં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. રવિવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે. તેઓ મર્સિડીઝ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પાલઘરના પોલીસ અધિક્ષકે આ અંગે માહિતી આપી છે કે ડિવાઈડ પર કાર અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે.

મુંબઈ જઈ રહ્યા હતાઃ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ મર્સિડીઝ કારમાં જઈ રહ્યા હતા. મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે બપોરે 3.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. તેમની કાર સૂર્યા નદી પરના પુલ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારના ડ્રાઈવર સહિત તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને ગુજરાતની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચેરમેન પદેથી હટાવ્યાઃ સાયરસ પલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેઓ 28 ડિસેમ્બર 2012ના રોજ ટાટા જૂથના ચેરમેન બન્યા હતા. ટાટા ગ્રુપે 24 ઓક્ટોબર 2016ના રોજ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવ્યા હતા. મિસ્ત્રીએ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેણે ઈમ્પીરીયલ કોલેજ, લંડનમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં BS અને લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સ સાથે સ્નાતક થયા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.