વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે મંગળવારે મોડી રાત્રે યોજાયેલા ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન મંગળવારે બપોરે યોજાયું હતું. જેની અંદર ચંદ્રગ્રહણ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી કરીને બાળકોને ચંદ્રગ્રહણ શું છે, ચંદ્રગ્રહણ ક્યારે થાય છે અને તેના થવાથી કેવી ઘટનાઓ બને છે. ખગોળીય ઘટનાનું વિશેષ મહત્વ કેમ છે, તેના અંગેની સમગ્ર જાણકારી આપવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર પાસે એક ટેલિસ્કોપ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા ગુરુના ચાર ચંદ્રો અને શનિના વલણ જોઈ શકાય છે. પરંતુ મંગળવારે મોડી રાત્રે ચંદ્રગ્રહણ હોવાથી તેનો ઉપયોગ થઇ શક્યો ન હતો. વાદળછાયું વાતાવરણ પણ તેની પાછળ કારણભૂત બની હતી. પરંતુ બાળકોને ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી બપોરે એક વિશેષ કાર્યક્રમમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને આપવામાં આવી હતી.