વાપી : કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોને અગડવતા ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ પાર્સલ એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેનો કરમબેલીથી 2 એપ્રિલના રોજ સાંજે 6 કલાકે ઉપડશે અને વલસાડ ખાતે સાંજે 6.30 કલાકે પહોંચશે અને ચાંગસારી(આસામ) ખાતે 6 એપ્રિલના રોજ સવારે 5.00 કલાકે પહોંચશે.
મળતી માહીતી મુજબ, બાંદ્રા ટર્મિનલથી લુધીયાણા માટે એપ્રિલ માસની તારીખ 1, 3, 6, 8, 11 અને 13 તારીખોએ રાત્રે 8 કલાકે ઉપડશે, જે ટ્રેન વાપી ખાતે રાત્રે 11:15 કલાકે આવશે અને બીજા દિવસે સવારે 11:30 કલાકે પહોંચશે.
આ ટ્રેન લુધીયાણાથી રાત્રે 11:30 કલાકે એપ્રિલ માસની તારીખ 3, 5, 8, 10, 13 અને 15 તારીખોએ દોડશે, જે વાપી ખાતે બીજા દિવસે બપોરે 2:00 કલાકે આવી પહોંચશે અને સાંજે 5:30 કલાકે બાંદ્રા ટર્મિનસ ખાતે પહોંચશે. આ પાર્સલ સેવાનો સૌ કોઇને લાભ લેવા માટે વલસાડ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ રીજીયોનલ મેનેજર અનુત્યાગી દ્વારા જણાવામાં આવ્યું છે.