ETV Bharat / state

ડુપ્લીકેટ ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ, ત્રણ લોકો ઝડપાયા

author img

By

Published : Aug 26, 2022, 6:42 PM IST

વલસાડના કપરાડામાં ડુપ્લીકેટ નોટ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ત્રણ શખ્સો પાસેથી 500ના દરની 1094 જેટલી નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે. આરોપીઓ નાનકડા ગામડાઓમાં નાના વેપારીઓ પાસે વટાવવાના ચક્કરમાં હતા. Counterfeit currency notes,Fake currency notes seized from Valsad

ડુપ્લીકેટ ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ, ત્રણ ઝડપાયા

વલસાડ કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભરાતા બજારોમાં ડુપ્લીકેટ નોટ વટાવવા માટે કેટલાક (Fake currency notes seized from Valsad)લોકો સક્રિય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એક યુવકને 500ના દરની નોટો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ વધુ સતર્ક બની હતી ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમી આધારે નાનાપોંઢા આમ્રવન પાસેથી 3 આરોપીને પોલીસે ઝડપી (Fake currency notes)લીધા છે. જેમની પાસેથી રૂપિયા 500ના દરની 1094 નંગ ડુપ્લીકેટ નોટ કબજે લીધી છે. જે મહારાષ્ટ્રના બાળુ ચોધરી નામના શખ્સે આપી હોવાનું બહાર આવ્યું છે.

ડુપ્લીકેટ નોટ

નકલીનોટોની હેરાફેરી નાનાપોંઢા પાસે આવેલા આમ્રવન નજીક કેટલાક શખ્સો ડુપ્લીકેટ નોટ( seized fake currency notes )સાથે આવવાના હોવાની માહિતી વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી. વલસાડ જિલ્લા એસ પી ડો. રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શનમાં એસ ઓ જી પી આઇ બારડના નેતૃત્વમાં પી એસ આઈ એલ જી રાઠોડ અને ટીમ દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર પહોંચીને ત્રણ શખ્સો ઈશ્વર ધાકલ રાબડે રહે મૂલગામ ફળિયા બામણવાડા ,યુવરાજ અમૃત વળવી, મોહજી જૈતર વરઠા રહેવાસી વાંગણ ફળિયા કેતકી ગામને ઝડપી લીધા હતા. જેમાં ઈશ્વર પાસેથી રૂપિયા 500ની કુલ 1094 નંગ નોટો બનાવટી હોવાની જાણ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે સાથે રાખી હોય પોલીસે ડુપ્લીકેટ નોટ કબજે લીધી હતી.

આ પણ વાંચો અમદાવાદમાં કુલ રૂપિયા 5 લાખથી વધુની નકલી નોટ બેન્કમાં જમા કરાતા નોંધાઈ ફરિયાદ

ડુપ્લીકેટ નોટના તાર મહારાષ્ટ્ર ખાતે જોડાયેલા ઈશ્વર પાસેથી મળેલી ડુપ્લીકેટ નોટો બાળુ ચોધરીએ આપી બાળુ જેને કહે તેને આપવાની હતી. જોકે તેઓ અન્ય કોઈને આપે તે પેહલા જ પોલીસે તેમને ડુપ્લીકેટ નોટ સાથે દબોચી લીધા હતા. ડુપ્લીકેટ નોટ ગુજરાતમાં વટાવવા માટે મહારાષ્ટ્રના ત્રંબકમાં રહેતો બાળુ ઉર્ફે બાલા ચોધરી દ્વારા સ્થાનિક રહીશોને કમિશન આપવાની લાલચ આપી ડુપ્લીકેટ નોટ આપી ડુપ્લીકેટ નોટો બજારોમાં વાટાવતો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો સાવધાન..! તમારા હાથમાં રહેલી ચલણી નોટ ઝેરોક્ષ કરેલી પણ હોઈ શકે

નોટો પ્રિન્ટિંગ કરેલી કે ઝેરોક્ષ કરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડેલા ત્રણ શખ્સો પાસેથી મળી આવેલી 500ના દરની 1094 જેટલી નકલી નોટો હાઈ ક્વોલીટી પ્રિન્ટિંગ નહીં પરંતુ સામાન્ય ઝેરોક્ષ કરેલી કે કલર પ્રિન્ટ કરેલી નોટો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે નાનકડા ગામડાઓમાં નાના વેપારીઓ પાસે વટાવવાના ચક્કરમાં હતા. હાલ તો પોલીસે પકડાયેલ ત્રણ શખ્સો પાસેથી એક હોન્ડા સાઈન મોટર સાયકલ નંબર એમ એચ 15 એફ એસ 3937 જેની કિંમત રૂપિયા 50000 અને 3 મોબાઇલ ફોન જેની કીમત 10,500 મળી કુલ રૂપિયા 60,500 નો મુદ્દામાલ પોલીસે કબજે લીધા છે. જ્યારે ડુપ્લીકેટ નોટ આપનાર મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે. એક આરોપી અગાઉ લાકડા ચોરીમાં પકડાઈ ચુક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.