ETV Bharat / state

રોડ છે કે સ્વીમીંગ પુલ ! વલસાડના હાઈવે પર વરસાદ આવતા મોટા ગાબડા પડ્યા

વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢાથી કપરાડા સુધી જતો માર્ગ હાલ વરસાદને પગલે ધોવાઈ જતા રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને કારણે અનેક વાહનો બંધ જઈ જાય છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. જો કે રસ્તા પર પડેલા ખાડાઓને કારણે જોગવેલ ગામ નજીક એક તરફની લેન બંધ કરવાની ફરજ પડી છે.

વલસાડના નાનાપોઢા નાસિક સ્ટેટ હાઇવે પર સર્જાયા નાના તળાવો
author img

By

Published : Jul 11, 2019, 9:34 AM IST

વલસાડ હોય કે વાપી બંનેની GIDCમાંથી નાસિક જવા માટે અનેક ટ્રકો અને ભારે વાહનો કપરાડા તાલુકાના નાનાપોંઢા થઈને સુથારપાડા થઈ નાસિક જવા માટે સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરે છે. જોકે અવારનવાર પડતા ખાડાઓને કારણે વાહનચાલકો ખૂબ જ પરેશાન થતા હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વરસાદમાં જ એટલી હદે મોટા ખાડા પડી ગયા છે, જાણે કે રોડ પર નાના-નાના તળાવો સર્જાયા હોય. જેના કારણે ઠેર-ઠેર આ સ્ટેટ હાઈવે પર અનેક વાહનો ખરાબ થઈ જાય છે અને માર્ગની વચ્ચે આ વાહનો પડી રહેતા આવતા જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વલસાડના નાનાપોઢા નાસિક સ્ટેટ હાઇવે પર સર્જાયા નાના તળાવો

આ વખતે પડેલા મસમોટા ખાડાઓને કારણે કપરાડા નજીકના જોગવેલ ગામમાં મોટા ખાડાઓને લઈને એક ટ્રક બંધ પડી ગયો હતો. જેના કારણે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આવતા જતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ માર્ગનો ઉપયોગ નાસિક જતા મોટાભાગના શાકભાજીના વેપારીઓ કરતા હોય છે. ત્યારે આ રસ્તો બંધ થવાથી તેઓની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

Intro:કપરાડા તાલુકાના નાનાપોંઢા મુખ્ય માર્ગથી નાસિક ને જોડતો સ્ટેટ હાઇવે કપરાડા થી સુથારપાડા સુધીમાં કોંગ્રેસનો બનાવી દેવામાં આવ્યા છે પરંતુ નાનાપોંઢા થી કપરાડા સુધી જતો માર્ગ હાલ વરસાદને પગલે ધોવાઈ જતા રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે અનેક વાહનો ખોટકાઈ પડે છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે જોકે પડેલા ખાડાઓને કારણે જોગવેલ ગામ નજીક એક તરફ ની લેન બંધ કરવાની ફરજ પડી છેBody:વલસાડ હોય કે વાપી બંનેની જીઆઇડીસીમાંથી નાસિક જવામાટે અનેક ટ્રકો અને ભારે વાહનો કપરાડા તાલુકાના નાનાપોંઢા થઈને સુથારપાડા થઈ નાસિક જવા માટે સ્ટેટ હાઇવે નો ઉપયોગ કરે છે જોકે અવારનવાર પડતા ખાડાઓને કારણે વાહનચાલકો ખૂબ જ પરેશાન બનતા હોય છે પરંતુ આ વખતે પ્રથમ વરસાદમાં જ એટલી હદે મોટા ખાડા પડી ગયા છે કે જાણે રોડ ઉપર નાના નાના તળાવો સર્જાયા હોય જેના કારણે ઠેરઠેર આ સ્ટેટ હાઈવે ઉપર અનેક વાહનો ખોટકાઈ પડે છે અને માર્ગની વચ્ચોવચ આ વાહનો પડી રહેતા આવતા જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છેConclusion:આ વખતે પડેલા મસમોટા ખાડાઓ ને કારણે કપરાડા નજીક ના જોગવેલ ગામે મોટા ખાડાઓ ને લઈને એક ટ્રક ખોટી પડી હતી અને આ કારણે આ રોડ પથ્થરની હાથ મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે આવતા જતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને હાલ પણ સ્થિતિ એક સરખી બની રહી છે આ માર્ગનો ઉપયોગ નાસિક જતા મોટાભાગના શાકભાજીના વેપારીઓ કરતા હોય છે તેઓની સમસ્યા માં હાલ વધારો જોવા મળી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.