ETV Bharat / state

વલસાડમાં શિવરાત્રી મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ, દુકાનદારો મુશ્કેલીમાં - કોરોના ગાઈડલાઇન

કોરોનાને કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઉપર સીધી અસર જોવા મળી છે, તો કેટલાક લોકો બેરોજગાર પણ બન્યા છે. આગામી દિવસમાં આવી રહેલા શિવરાત્રીના મેળા પર પણ કોરોનાને કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી, વલસાડ જિલ્લામાં શિવ મંદિરો ઉપર ભરાતા મેળા નહીં ભરાય, પરંતુ તેને કારણે મેળામાં સ્ટોલ લગાવનાર દુકાનદારોની સ્થિતિ કફોડી બની છે.

વલસાડમાં શિવરાત્રી મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

author img

By

Published : Mar 9, 2021, 1:53 PM IST

  • વલસાડ જિલ્લામાં કોરોનાને લઈ કોઈ પણ સ્થળે શિવરાત્રીનો મેળો નહિ ભરાઈ
  • મેળામાં દર વર્ષે સ્ટોલ લગાવતા વેપારીઓની હાલત કફોડી
  • વહીવટી તંત્ર દ્વારા સમયસર જાહેરાત ના કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

વલસાડ: છેલ્લા 12 માસ અગાઉ આવેલી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાની ઝાંપટામાં લીધું હતું એને અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે. ત્યારે, એનાથી બચવા માટે માત્ર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યારે, હજુ પણ સંક્રમણ ન ફેલાય અને લોકોની ભીડ એકત્ર ન થાય એવા હેતુ સર સરકારની ગાઈડલાઇન મુજબ શિવરાત્રીના મેળાઓ ભરાશે નહીં.

વલસાડમાં શિવરાત્રી મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

આ પણ વાંચો: આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક

ઉદવાડા રામેશ્વર મહાદેવ ખાતે મેળો મુલતવી

વલસાડ જિલ્લા કલેકટરની ગાઈડલાઇન અનુસાર, કોરોના સંક્રમણ ના ફેલાય એવા હેતુથી દરેક શિવાલય ખાતે શિવરાત્રીના મેળા રદ કરવામાં આવ્યા છે. જેને પગલે ઉદવાડા પલસાણા ખાતે રામેશ્વર મહાદેવના પટાંગણમાં ભરાતો મેળો પણ હાલ મુલતવી રાખવાની જાહેરાત કરાઈ છે. જોકે, તે પૂર્વે જ અહીં કેટલાક દુકાનદારોએ ફરસાણ અને ચકડોળના સ્ટોલ લગાવી દીધા હોય તેવા હવે મુંઝવણમાં મુકાયા છે.

આ પણ વાંચો: ગિરનાર સાધુ મંડળે શિવરાત્રી મેળો રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો

મેળાની જાહેરાત પૂર્વે જ સ્ટોલ લાગ્યા

વર્ષોથી રામેશ્વર મહાદેવ મંદિરે ભરાતા શિવરાત્રીના મેળામાં ફરસાણના સ્ટોલ લગાવતા વેપારીઓએ આ વખતે કોરોના કાળમાં ડરતા ડરતા સ્ટોલ લગાવી તો દીધા પરંતુ, હવે મેળો રદ કરવાની જાહેરાત થતા તેઓની મુશ્કેલી વધી ગઈ છે. કારણ કે, તેઓ રોજી મેળવવાની આશાએ મેળામાં આવ્યા પરંતુ વહીવટી તંત્રએ છેક સમય ઉપર મેળો રદ કરવાની જાહેરાત કરતા તેઓ દ્વારા સ્ટોલ લગાવી દેવામાં આવ્યા છે અને રોજી મેળવવા કાચો માલ સમાનની પણ ખરીદી કરવામાં આવી છે. ત્યારે, તેઓને આ વખતે મોટું નુકસાન સહન કરવું પડશે એ ચોકકસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.