આવતીકાલે ગુરૂવારના રોજ બારડોલી ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અનેક જિલ્લાઓમાંથી લોકોને લાવવા લઇ જવા માટે એસટી બસો મંગાવવામાં આવી છે. સરકારના નિર્ણયને કારણે અનેક ડેપોમાંથી લોકોને લાવવા લઇ જવા માટે બસો આ કાર્યક્રમમાં મોકલવામાં આવી છે.
જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. વલસાડ જિલ્લામાંથી કુલ 31 જેટલી બસો રવાના કરવામાં આવી છે. વલસાડ એસટી ડેપોમાંથી 13 બસો વાપી ડેપોમાંથી 11 જેટલી બસો અને ધરમપુર ડેપોમાંથી 7 બસોનો સમાવેશ થાય છે. આમ વલસાડ જિલ્લામાંથી 31 જેટલી બસ મોકલવામાં આવી રહી છે. જેના કારણે ડેપોમાં બસોની સંખ્યા ઘટવાને કારણે નિયમિત દોડતી ટ્રીપો પર તેની સીધી અસર પડશે અને ગુરૂવારના રોજ રોજિંદા મુસાફરી કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.