વલસાડઃ હંમેશા પોતાની દલીલો અને ટિપ્પણથી વિવાદમાં રહેતી ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત દ્વારા વધુ (FIR Against Rakhi Sawant )એક વિવાદ વકર્યો છે. હાલમાં થોડા દિવસ પહેલાં રાખી સાવંતે આદિવાસી સમાજ ઉપર અને પહેરવેશ પર (Police Complaint Against Rakhi Sawan)અભદ્ર ચેનચાળા સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વિડીયો જોતજોતામાં આદિવાસી સમાજના લોકોમાં વાયરલ થયો હતો અને વીડિયોને લઈને સમાજની લાગણીને (Rakhi Sawant Video )ઠેસ પહોંચી છે. યુવાનોમાં આ સમગ્ર બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આદિવાસી સમાજે આવેદનપત્ર આપીને રાખી સાવંત સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ Gujarat River Link Project: શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશેઃ કોંગ્રેસ
આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું - ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત દ્વારા વિવાદિત વિડિયો (Rakhi Sawant again in controversy)અપલોડ કરવામાં આવતા આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સમાજના પહેરવેશ સંસ્કૃતિ ઉપર કોઇ પણ ટીપ્પણી કરશે તો તેને સાંખી લેવાય નહીં તેમ જણાવી આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા ધરમપુર પોલીસ મથકે ભેગા મળી ગૃહપ્રધાનને સંબોધી એક આવેદનપત્ર પોલીસ મથકમાં આપવામાં આવ્યું છે. જેમાં માંગ કરવામાં આવી છે કે આદિવાસી સમાજ ઉપર વિવાદીત ટિપ્પણી કરનાર રાખી સાવંત સામે કાર્યવાહી કરવામાં આવે.
પરંપરા વર્ષોથી ટકાવી રાખી - ધરમપુર આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલ જણાવ્યું કે ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો પોતાનો પહેરવેશ, સંસ્કૃતિ, વાદ્યો તેમજ પરંપરા માટે જાણીતા છે. આ પરંપરા તેમણે વર્ષોથી ટકાવી રાખી છે ત્યારે તેમની સંસ્કૃતિ અને પરંપરા અને વાર્તા ઉપર જો કોઇ પણ ટીપ્પણી કરશે તો આદિવાસી સમાજ તેને ક્યારેય પણ ચલાવી લેશે નહીં ટિપ્પણી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશેએ નક્કી છે. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ એકત્ર થઈ આવેદન પત્ર આપવામાં જોડાયા હતા.