- 1978માં બનેલી જિલ્લા સેવા સદન- 1 wing સી વિભાગમાં બેસતી કચેરીઓને ખાલી કરવા નોટિસ
- તાત્કાલિક અસરથી અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા નોટિસ અપાઇ
- 48 વર્ષ જૂના છ માળના બિલ્ડિંગમાં 21થી વધુ સરકારી કચેરી કાર્યરત
જીલ્લા સેવા સદન-1 સી વિંગમાં છ માળનું બિલ્ડિંગ છે જે 1974માં બનાવવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 21થી વધુ સરકારી કચેરી આવેલી છે, જ્યાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કચેરી ટ્રેઝરિ નેહરુ યુવા કેન્દ્ર જિલ્લા fisheries વિભાગ રોજગાર કચેરી સહિત 21 જેટલી કચેરીઓ છ માળ ઉપર કાર્યરત છે.
PWD વિભાગે હાજર બિલ્ડિંગ માટે સુરત SVNITની ટીમ બોલાવી સર્વે કર્યો
છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બનેલી બિલ્ડિંગ સમારકામને લાયક છે કે કેમ તેની શક્યતાઓની ચકાસણી કરવા માટે વલસાડ જિલ્લા PWD વિભાગ દ્વારા સુરતની SVNIT ટીમના ડૉક્ટર અતુલ દેસાઈ અને સૂર્યવંશી એસોસિયેટ પ્રોફેસરની ટીમ દ્વારા ગત તારીખ 10.2.2021ના રોજ સર્વે કામગીરી કરવામાં આવી હતી. સુરતથી આવેલી ટીમ દ્વારા જિલ્લા સેવા સદનમાં બાળકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે બાદ સુરક્ષાના કારણોસર બિલ્ડિંગની લિફ્ટ બંધ કરવામાં આવી હતી.
21 કચેરીને અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા નોટિસ મોકલાઇ
PWD દ્વારા સર્વે બાદ આવેલા SVNITના પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ ન તો રિપેર થઈ શકે છે કે ન તો તેની સારસંભાળ રાખી શકાય તેમ છે. 48 વર્ષ જૂની બિલ્ડિંગના પોપડા ઉખડી ગયા છે દીવાલમાં તિરાડ પડી ગઇ છે તળિયા દેખાઈ રહ્યા હોય બિલ્ડીંગ અન્ય માટે જોખમી બની શકે એમ હોવાથી છ માળમાં દરેક માળ ઉપર આવેલી સરકારી કચેરીઓને ખાલી કરવા માટે નોટિસ આપી જાણ કરવામાં આવી છે.