ETV Bharat / state

વલસાડ શિક્ષણ વિભાગનો અનોખો પ્રયાસ, 148 સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ - gujarat

વલસાડ : કહેવાય છે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા બાદ દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડવા માટેનો પ્રથમ વળાંક હોય છે. વિદ્યાર્થીએ કઈ દિશામાં આગળ વધવુ તે ન તો વિદ્યાર્થી જાણતો હોય છે, કે ન તો તેના વાલીઓ. ત્યારે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીને પોતાને કઈ દિશામાં આગળ વધવું જોઈએ તેની જાણકારી આપવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર જિલ્લાની 148 જેટલી સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

148 સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ
author img

By

Published : Jul 2, 2019, 6:18 PM IST

વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને મા ફાઉન્ડેશન બંનેના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાની 148 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સાયકો મેટ્રિક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને તેમના વર્ગખંડમાં જ હાથમાં રિમોટ આપી કેટલાક સવાલો પૂછવામાં આવે છે અને ગણતરીની સેકન્ડોમાં બાળકોએ આ સવાલોના જવાબ આપવાના રહે છે. જેથી બાળકોમાં રહેલી રસ-રુચિ અને યોગ્યતા ચકાસી શકાય છે. વિદ્યાર્થી તો જાણી શકે છે. સાથે તેમના વાલીઓને પણ જાણકારી મળે છે કે, તેમના પુત્ર કે પુત્રીમાં કયા અભ્યાસક્રમને લગતા રસ અને રુચિ કેળવાયેલા છે.

48 સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ

દરેક વિદ્યાર્થીઓને પોતાની અલગ રસ અને રુચિ હોય છે. જેથી સાયકો મેટ્રિક ટેસ્ટમાં પૂછવામાં આવેલા સવાલોના બાદ જે પરિણામ આવે છે. તેના ઉપરથી દરેક વિદ્યાર્થીઓને કઈ ફિલ્ડમાં રસ અને રુચિ છે. તે જાણી શકાય છે.વલસાડ જિલ્લાની 148 સ્કૂલોમાં હાલ પરીક્ષાઓનો દોર શરૂ થયો છે. જેમાં ધોરણ 10ના 14310 વિદ્યાર્થી ધોરણ 12માં 10446 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

વિદ્યાર્થીઓની ત્રણ પ્રકારની ટેસ્ટ માટે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં રુચિ પરીક્ષણ વ્યક્તિગત પરીક્ષણ અને અભિયોગ્યતા પરીક્ષા જે વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતા કૌશલ્ય અને આવડત આ ત્રણ વસ્તુઓને પારખવા માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની બની રહે છે.

Intro:કહેવાય છે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા બાદ દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડવા માટે નો પ્રથમ વળાંક હોય છે પરંતુ આ વિદ્યાર્થીએ કઈ દિશામાં આગળ વધો તેના તો વિદ્યાર્થી જાણતો હોય છે કે ના તો તેના વાલીઓ ત્યારે આવી મૂંઝવણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને પોતાને કઈ દિશામાં આગળ વધવું તેની જાણકારી આપવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર કહી શકાય એ રીતે વલસાડ જિલ્લાની 148 જેટલી સ્કૂલોમાં સાયકો મેટ્રિક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને 140 જેટલા પ્રશ્નો પૂછી તાત્કાલિક તેમની પાસેથી જવાબ મેળવી તેમનો રસ રુચિ અને તેમની યોગ્યતા કઈ દિશામાં છે તે અંગેની જાણકારી પણ આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં બાળક કઈ દિશામાં આગળ વધવું તે પોતે પણ નક્કી કરી શકે છે અને વાલીઓને પણ વિદ્યાર્થીઓની રુચિ અંગેનો ખ્યાલ રહે છે

Body:વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને મા ફાઉન્ડેશન બંનેના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાની ૧૪૮ જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સાયકો મેટ્રિક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને તેમના વર્ગખંડમાં જ હાથમાં રિમોટ આપી કેટલાક સવાલો પૂછવામાં આવે છે અને ગણતરીની સેકન્ડોમાં બાળકોએ આ સવાલોના જવાબ આપવાના રહે છે જેથી કરીને બાળકોમાં રહેલી રસ-રુચિ અને યોગ્યતા ચકાસી શકાય જે બાદ વિદ્યાર્થીઓને લેવામાં આવેલી પરીક્ષાના પરિણામ આપી દેવામાં આવે છે જેથી કરીને આગળ જતા તેઓ કયા ફિલ્ડમાં આગળ વધી શકે તે ખુદ વિદ્યાર્થી તો જાણી શકે છે સાથે સાથે તેમના વાલીઓને પણ જાણકારી મળે છે કે તેમના પુત્ર કે પુત્રી માં કયા અભ્યાસક્રમને લગતા રસ અને રુચિ કેળવાયેલા છે
વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી એફ કે વસાવાએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રથમ અભિગમ અપનાવવામાં આવ્યો છે કે જેથી કરીને ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 10 અને 12 પાસ કર્યા બાદ કયા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે મનોવૈજ્ઞાનિક રીતે આ પરીક્ષા લઈ પૂછવામાં આવેલા ૧૪૦ પ્રશ્નોને બાદ કરતાં વિદ્યાર્થીઓની રસ-રુચિ તેમજ અભિયોગ્યતા જાણી શકાય છે કારણકે દરેક વિદ્યાર્થીઓ ને પોતાની અલગ રસ અને રુચિ હોય છે જેમકે કોઈકને વિજ્ઞાન ક્ષેત્રમાં તો કોઈકને ઘણી ક્ષેત્રમાં તો કોઈકને ટેકનિકલ ક્ષેત્રમાં જવાનું પસંદ હોય છે જેથી કરીને સાયકો મેટ્રિક ટેસ્ટમાં પૂછવામાં આવેલા સવાલોના બાદ જે પરિણામ આવે છે તેના ઉપરથી દરેક વિદ્યાર્થીઓને કઈ ફિલ્ડ માં રસ અને રુચિ છે તે જાણી શકાય છે અને જે બાદ બાળક તે જ ક્ષેત્રમાં જવા માટે જે તે વિષય ઉપર ભાર આપી પોતે આ વિષય પાસ કરી શકે છે અને તે બાદ કોઈપણ મૂલ્ય વગર વિદ્યાર્થી આગળ વધી શકે છે વલસાડ જિલ્લાની ૧૪૮ સ્કૂલોમાં હાલ આ પરીક્ષાઓનો દોર શરૂ થયો છે જેમાં ધોરણ 10ના 14310 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 માં 10 446 વિદ્યાર્થી આ પરીક્ષા આપશે

તેમણે વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીઓની ત્રણ પ્રકારની ટેસ્ટ માટે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં રુચિ પરીક્ષણ વ્યક્તિગત પરીક્ષણ અને અભિયોગ્યતા પરીક્ષા જે વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતા કૌશલ્ય અને આવડત આ ત્રણે ત્રણ વસ્તુઓને પારખવા માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની બની રહે છે

Conclusion:આ પરીક્ષામાં દરેક વિદ્યાર્થી અને હાથમાં રિમોટ આપવામાં આવે છે અને નિયત નક્કી કરેલા ૩૦ થી ૪૦ સેકન્ડ ની અંદર પૂછવામાં આવેલા સવાલના જવાબો રિમોટ દ્વારા આપવાના હોય છે વર્ગખંડની અંદર પ્રોજેક્ટર મૂકી તેની ઉપર દરેક સવાલો દરેક વિદ્યાર્થીઓ જોઈ શકે તે રીતનું આયોજન કરવામાં આવે છે જેથી દરેક વિદ્યાર્થીઓ સવાલ વાંચી શકે અને પોતાના રસ અનુસાર તેના જવાબ પણ આપી શકે
વલસાડની આવા બાઈ સ્કુલની વિદ્યાર્થીની વિધિ એ જણાવ્યું કે આ પ્રકારની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ ની અંદર રહેલી આંતરિક શક્તિઓ અને રસ અને ગુણ મેં વિદ્યાર્થી પોતે જાણી શકે તે માટે ખૂબ મહત્વની છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં વિદ્યાર્થી આગળ વધે તે માટે આ પરીક્ષાઓ ખૂબ જ ઉપયોગી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.