ETV Bharat / state

રવિવારની રજા અને વરસાદની મજાઃ જાહેરનામું હોવા છતાં લોકો વિલ્સન હીલની લોન્ગ ડ્રાઇવ ઉપર ઉપડ્યા, જુઓ વીડિયો

વલસાડ જિલ્લામાં કોરોનાનો આંકડો 900 પાર કરી ગયો છે, જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે અને જાહેર સ્થળોએ લોકોને ન ફરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે. જે બાબતે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, પરંતુ તેમ છતાં પણ વરસાદી માહોલમાં ધરમપુરના વિલ્સન હીલ ખાતે કુદરતી સૌંદર્ય માણવા માટે અનેક લોકો લોંગ ડ્રાઈવ પર રવિવારે નીકળી પડ્યા હતા. જો કે, આ તમામ લોકોને પોલીસે વિલ્સન હીલના ઘાટ રોડ શરૂ થાય તે પહેલા જ રોકી દેવામાં આવ્યા હતાં. સુરત, નવસારી, બારડોલી અને વિવિધ શહેરોમાંથી આવતા અનેક લોકોને પોલીસ અડધેથી જ પરત કરી રહી હતી. જેને લઇને અનેક આવનારા લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી.

વિલ્સન હિલ
વિલ્સન હિલ
author img

By

Published : Aug 31, 2020, 1:04 PM IST

Updated : Sep 2, 2020, 6:54 AM IST

વલસાડ: જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય જો કુદરતે પાથરી હોય તો તે ધરમપુર અને કપરાડાના હીલ સ્ટેશનમાં છે. ચોમાસા દરમિયાન કુદરેત જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય છે અને તેને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અહીં ઉમટી પડે છે.

હાલમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક પ્રકૃતિપ્રેમીઓ અહીં ઉમટી રહ્યાં છે, પરંતુ કોરોનાની મહામારીને લઈને ધરમપુરના વિલ્સન હીલ ઉપર આવનારા તમામ લોકોને જતા પોલીસે અટકાવ્યા હતા. વિલ્સન હીલ જવાના માર્ગ ઉપર જ્યાંથી ઘાટ રોડ શરૂ થાય છે, એવા આવધા ગામે ધરમપુર પોલીસના જવાનો ત્રણ રસ્તા ઉપર ઉભેલા જોવા મળ્યા અને વહેલી સવારથી જ રવિવાર હોવાથી અનેક મોટી ગાડીઓમાં પોતાના ફેમિલી અને કુટુંબીજનો સાથે પ્રકૃતિની મોજ માણવા આવે છે.

રવિવારની રજા અને વરસાદની મજા

આ માટે સુરત નવસારી, વડોદરા , મુંબઈ, દમણ જેવા અનેક સ્થળોથી મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હીલ જવા માટે ઉત્સાહિત થઈને પહોંચી ગયા હતા. જો કે, જિલ્લા કલેકટરના જાહેરનામું હોવા છતાં પણ આ તમામ લોકો રવિવારના દિવસે વિલ્સન હીલ જવા પહોંચ્યા તો ખરા પરંતુ પોલીસે અડધેથી તેમને પરત મોકલ્યા હતા. વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા કલેક્ટરે ગાઇડલાઇન બહાર પાડી છે. ધરમપુર વિસ્તારમાં આવેલા જાહેર સ્થળો એટલે કે, શંકર ધોધ વિલ્સનહીલ જેવા સ્થળો પર શનિવાર અને રવિવારના દિવસોમાં જવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

Last Updated : Sep 2, 2020, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.