ETV Bharat / state

પારડી જનસેવા કચેરીમાં આવકના દાખલા માટે લોકો પરેશાન - Gujarati news

વલસાડઃ શાળાઓમાં પ્રવેશ શરૂ થતાની સાથે જ આવકના દાખલા મેળવવા માટે પણ દરેક તાલુકાના જનસેવા કેન્દ્ર ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. જેથી પારડી તાલુકાની મામલતદાર કચેરીમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને લાંબી લાઈનોમાં કલાકો ઉભા રહેવા છતાં સમયસર દાખલો મળી રહ્યો નથી.

વલસાડ
author img

By

Published : Jun 21, 2019, 3:49 AM IST

પારડી મામલતદાર કચેરીમાં છેલ્લા એક અઠવાડિયાથી આવક અને જાતિના દાખલા મેળવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. અહીં કોમ્પ્યુટર ઉપર બેસનાર કર્મચારીઓ દ્વારા સાવ ધીમીગતિએ કામ કાજ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. લોકો દાખલા કઢાવવા સવારે 8 વાગ્યાથી લાંબી લાઈનોમાં ઉભા રહી જતા હોય છે. તેમ છતાં તેમને દાખલા મળતા નથી. મહિલાઓએ જણાવ્યું હતુ કે, કર્મચારીઓની તાનશાહી એટલી હદે છે કે, અહીં કાગળો ઢગલામાં દાખલા લેવા આવનાર લોકોને જાતે જ શોધી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

કોમ્પ્યુટર ઉપર બેસનાર કર્મચારીઓ માત્ર ઓળખાણ કરીને આવનારને જ સમયસર દાખલાઓ આપતા હોવાની અહીં ઉભેલા લોકો જણાવી રહ્યા હતા. વહેલી સવારથી લાંબી લાઇનમાં ઉભેલા કેટલાક લોકો વચ્ચે ઉભેલી કેટલીક મહિલાઓને ચક્કર આવી જતાં તેમને નીચે બેસી જવાની ફરજ પડી હતી. તો બપોરના સમયે એક કલાક સુધી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જતાં આવક અને જાતિના દાખલાઓ ઓનલાઈન કાઢવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચી હતી.

પારડી જનસેવા કચેરીમાં આવકના દાખલા માટે લોકો પરેશાન

પારડી દમણીઝાંપા પાસે રહેતી એક વિધવા મહિલાએ કેમેરા સમક્ષ ન આવી જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી તેઓ વિદ્યવા સહાય માટે આવકના દાખલા માટે ધક્કા ખાઈ રહી છે, પરંતુ આજે જ્યારે તે અહીં પહોંચી ત્યારે સેંકડોની ભીડ વચ્ચે અહીંના કર્મચારીએ તેને ઢગલામાં પડેલા પોતાના કાગડો જાતે જ શોધી લેવા માટે જણાવ્યું હતું. વધુમાં મહીલાને પોતાના કાગડો ન મળતા આ વિધવા મહિલા અને તેમણે ફરીથી નવા કાગળો બનાવવા માટે જણાવ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મહિલાઓએ ક્યાં જવું એવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ પ્રકારના વહીવટને કારણે પારડી મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સમગ્ર બાબતે મામલતદારે પણ કેમેરા સમક્ષ આવવાની ના પાડી દીધી હતી.

Intro:સ્કૂલોમાં પ્રવેશ શરૂ થતાની સાથેજ આવકના દાખલા મેળવવા માટે પણ દરેક તાલુકાના જનસેવા કેન્દ્ર ઉપર લાંબી કતારો જોવા મળે છે પરંતુ પારડી તાલુકાના મામલતદાર કચેરી માં લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે લાંબી લાઈનોમાં કલાકો ઉભા રહેવા છતાં સમયસર દાખલો મળી નથી રહ્યો

Body:પારડી મામલતદાર કચેરીમાં છેલ્લા એક અઠવાડિયા થી આવક અને જાતિના દાખલા મેળવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે અહીં કોમ્પ્યુટર ઉપર બેસનાર કર્મચારીઓ દ્વારા સાવ ધીમીગતિએ કામ કાજ કરતા હોવાની અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો દાખલા કઢાવવા સવારે 8 વાગ્યા થી લાંબી લાઈનોમાં ઉભા રહી જતા હોય છે છતાં તેમને દાખલા મળતાના હોવાનું અહીં દાખલા લેવા આવનારી મહિલાઓ જણાવી રહી હતી કર્મચારીઓ ની તાનશાહી એટલી હદે છે કે અહીં કેટલાક કાગળો ઢગલા માં દાખલા લેવા આવનાર લોકોને જાતે જ દાખલા શોધી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે કોપ્યુટર ઉપર બેસનાર કર્મચારી માત્ર ઓળખાણ કરી ને આવનાર ને જ સમયસર દાખલા ઓ આપતા હોવાની અહીં ઉભેલા લોકો જણાવી રહ્યા હતા વહેલી સવારથી લાંબી લાઇનમાં ઉભેલા કેટલાક લોકો વચ્ચે ઉભેલી કેટલીક મહિલાઓને ચક્કર આવી જતાં તેઓ ને પણ નીચે બેસી જવાની ફરજ પડી હતી તો બપોરના સમયે એક કલાક સુધી ઇન્ટરનેટ ખોટકાઈ જતા આવક અને જાતિના દાખલા ઓ ઓનલાઈન કાઢવાની પ્રક્રિયા માં ખલેલ પહોંચી હતી

Conclusion:પારડી દમણીઝાંપા પાસે રહેતી એક વિધવા મહિલાએ કેમેરા સમક્ષ ન આવી જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી તેઓ વિધવા સહાય માટે આવક ના દાખલા માટે ધક્કા ખાઈ રહી છે પરંતુ આજે જ્યારે તે અહીં પહોંચી ત્યારે સેંકડોની ભીડ વચ્ચે અહીંના કર્મચારીએ તેને ઢગલામાં પડેલા પોતાના કાગડો જાતે જ શોધી લેવા માટે જણાવ્યું હતું અને તેને પોતાના કાગડો ન મળતા આ વિધવા મહિલા અને તેમણે ફરીથી નવા કાગળો બનાવવા માટે જણાવ્યું ત્યારે આવી પરિસ્થિતિમાં મહિલાઓએ ક્યાં જવું એવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે આ પ્રકારના વહીવટને કારણે પારડી મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર માં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સમગ્ર બાબતે મામલતદારે પણ કેમેરા સમક્ષ આવવાની ના પાડી દીધી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.