ETV Bharat / state

વલસાડમાં વધુ 25 મિલકતને ફાયરસેફ્ટી બાબતે અપાઈ નોટિસ

વલસાડ: સુરતમાં બનેલી આગની હોનારતમાં હોમાઈ ગયેલા વિદ્યાર્થીઓની ઘટના બાદ વલસાડનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પાલિકાની ટીમ દ્વારા ટ્યુશન કલાસ, હોટલો, ગેસ્ટ હાઉસ અને કેટલીક મિલકતોનું ચેકીંગ શરૂ કરીને ત્રુટી જણાતી હોય તેવી મિલકતોને નોટિસ આપી છે. ગત દિવસોમાં કુલ 128ને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે આજે વધુ 25 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. જેમાં એક ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યું છે.

વલસાડમાં વધુ 25 મિલકતને ફાયરસેફ્ટી બાબતે અપાઈ નોટિસ
author img

By

Published : May 29, 2019, 11:34 AM IST

સુરતમાં બનેલી ઘટનાને લઈને દરેક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે વલસાડ પાલિકા પણ આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈને પાલિકાની ટીમ દ્વારા વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્યુશન કલાસ, હોટલ, ગેસ્ટ હાઉસ અને વિવિધ ખાનગી મિલકતોમાં ફાયરસેફ્ટીના સાધનો બાબતે સઘન ચેકીંગ શરૂ કર્યું હતું. જેમાં ત્રણ દિવસ અગાઉ સર્વે કરતા 80 મિલકતોને નોટિસ આપી ત્રણ દિવસના ફાયર સેફટી સુવિધા ઉભી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. સાથે વલસાડ શહેરની વધુ 25 મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. જ્યાં એક ગેસ્ટ હાઉસમાં ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવ્યું છે.

વલસાડ શહેર મામલતદારે કે. એ. પટેલે જણાવ્યું કે, પાલિકાની ટીમ હાલ સતત શહેરના અનેક વિસ્તારોમાં સર્વે કરી રહી છે. ત્યારે ત્રુટી જણાતા આવી મિલકત ધારકોને નોટિસ આપી તેમજ અલ્ટી મેટમ આપીને ત્રણ દિવસમાં ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

Intro:સુરતમાં બનેલી આગ ની હોનારત માં હોમાઈ ગયેલા વિદ્યાર્થીઓની ઘટના બાદ વલસાડનું વહીવટી તંત્ર પણ હરકત માં આવ્યું છે પાલિકા ની ટિમ દ્વારા ટ્યુશન કલાસ હોટલો ગેસ્ટ હાઉસ અને કેટલીક મિલકતો નું ચેકીંગ શરૂ કરી ને ત્રુટી જણાતા હોય એવી મિલકતો ને નોટિસ આપી છે ગત દિવસો માં કુલ 128 ને નોટિસ ફટકારી હતી જ્યારે આજે વધુ 25 મિલકતો ને નોટિસ આપી છે એક ગેસ્ટ હાઉસ માં સીલ મારવામાં આવ્યું છે

નોંધ:-ફાઇલ ફોટો કોઈ પણ લઈ લેવો ..

Body:સુરત માં બનેલી ઘટનાને લઈ દરેક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે ત્યારે વલસાડ પાલિકા પણ આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ વલસાડ પાલિકાની ટિમ દ્વારા વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્યુશન કલાસ,હોટલ,ગેસ્ટ હાઉસ અને વિવિધ ખાનગી મિલકતો માં ફાયર અને સેફટી ના સાધનો બાબતે સઘન ચેકીંગ શરૂ કર્યું હતું જેમાં ત્રણ દિવસ અગાઉ સર્વે કરતા 80 મિલકતો ને નોટિસ આપી ત્રણ દિવસ ના ફાયર સેફટી સુવિધા ઉભી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું મંગળવારે પણ આ કાર્યવાહી ચાલી હતી જેમાં વલસાડ શહેર ની વધુ 25 મિલકતોને નોટિસ આપવામાં આવી હતી જ્યાં રમેશ ગેસ્ટ હાઉસ માં ફાયર સેફટી ના અભાવે સીલ કરવામાં આવ્યું છે

Conclusion:વલસાડ શહેર મામલતદારે કે .એ પટેલ એ જણાવ્યું કે પાલિકાની ટિમ હાલ સતત શહેરના અનેક વિસ્તારોમાં સર્વે કરી રહી છે અને ત્રુતી જણાતા આવી મિલકત ધારકો ને નોટિસ આપી અલ્ટી મેટમ આપી ત્રણ દિવસમાં ફાયર સેફટીના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.