ETV Bharat / state

RTOનો કાર્યબોજ હળવો, નવા વાહનચાલકોના લર્નિંગ લાઇસન્સ હવે ITIમાં નિકળશે - લર્નિંગ લાઇસન્સ

વલસાડ: સરકાર દ્વારા હાલમાં જ આરટીઓના નિયમોમાં ફેરફાર કરી કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસથી લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે ભારે લાંબી લાઈનો જોવા મળી રહી હતી.જેના કારણે આર.ટી.ઓ કચેરીનું કાર્યભાર ખૂબ વધી ગયો હતો. કચેરીનો કાર્યભારનો બોજ હળવો કરવા માટે સરકાર દ્વારા હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને લર્નિંગ લાઇસન્સ આપવા માટે હવે જિલ્લાની દરેક આઈ.ટી.આઈમાં એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી.જે માટે વલસાડ જિલ્લામાં પણ આવેલી 6 જેટલી આઈટીઆઈમાં કેન્દ્ર ટૂંક જ સમયમાં કાર્યરત થઈ જશે, જ્યારે આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સ આપવાનો બંધ કરવામાં આવશે.

Latest news of Valsad
author img

By

Published : Oct 10, 2019, 9:06 PM IST

Updated : Oct 10, 2019, 9:36 PM IST

સરકાર દ્વારા હાલમાં જ વાહન વ્યવહારના નિયમોને વધુ કડક બનાવી લોકોને કાયદાનું પાલન કરવાની ફરજ પડી રહી છે. જે કારણે જેમની પાસે અત્યાર સુધી લાઇસન્સ ન હતું એવા અનેક લોકો હવે આરટીઓ કચેરી ખાતે લાઇસન્સ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.અચાનક જ આરટીઓ કચેરી ખાતે છેલ્લા એક માસથી લાઇસન્સ બનાવવા માટે લોકોની જંગી જનમેદની અને લાંબી કતારો જોવા મળી રહી હતી. જેના કારણે આરટીઓ કચેરી રવિવારે પણ ચાલુ રાખવાની સરકારને ફરજ પડી રહી છે.

આ પ્રકારનું કાર્યબોજ વધી જવાને કારણે સરકાર દ્વારા વધુ એક પગલું ભરતાં એક પરિપત્ર જાહેર કરી આગામી દિવસમાં દરેક જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં લર્નિંગ લાઇસન્સ આપવા માટે એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જે માટે દરેક જિલ્લામાં આ પરિપત્રની જાણકારી આપી દેવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ 6 તાલુકામાં આવેલા આઈ.ટી.આઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં પણ લર્નિંગ લાઇસન્સ માટે વિશેષ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

જોકે પરિપત્ર અનુસાર લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે આવનાર તમામે પ્રતિ લાયસન્સ રૂપિયા 100 જેટલું મહેનતાણું આઈ.ટી.આઈને આપવાનું રહેશે અને આ માટે આઈટીઆઈના દરેક ઇન્સ્ટ્રક્ટર અને આચાર્યને લોગ-ઈન અને પાસવર્ડ આઇડી આપવામાં આવશે. વળી લર્નિંગ લાઇસન્સની કામગીરી માટે ઓટોમોબાઇલ અને મેકેનિક ટ્રેડના કર્મચારીને ટેસ્ટીંગ ઓફિસર તરીકે નિમવાના રહેશે.

આ સમગ્ર બાબતે વાતચીત કરતા ટેલિફોનિક વાતચીતમાં પારડી આઇટીઆઇના આચાર્યએ જણાવ્યું કે, તેમને ઉપરી કચેરીથી આ પરિપત્ર બાબતે જાણકારી આપવામાં આવી છે. તેમજ આવતીકાલે એટલે કે તારીખ 11ના રોજ લર્નિંગ લાઇસન્સના કેન્દ્ર શરૂ કરવા માટે તેમને આરટીઓ કચેરી ખાતે એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવશેની જાણકારી તેમને આપી હતી. સાથે સાથે તેમણે તે પણ જણાવ્યું હતું કે, આરટીઓ કચેરીની કામગીરી હળવી થશે, પરંતુ આઈ.ટી.આઈ કેન્દ્રનો બોજ આ કામગીરીને કારણે વધી જશે.

Intro:સરકાર દ્વારા હાલમાં જ આરટીઓના નિયમોમાં ફેરફાર પરી કાયદા અને વધુ કડક બનાવવામાં આવ્યો છે જેને લઇને હવે પછી આગામી દિવસમાં વાહનો લઈને ફરવા નીકળતા વાહનચાલકોએ પોતાની સાથે ફરજિયાત પણે લાઇસન્સ અને જરૂરી કાગળો રાખવા પડશે અને આ માટે જાહેરાત થતાંની સાથે જ આરટીઓ કચેરી ખાતે છેલ્લા કેટલાક દિવસથી લાયસન્સ બનાવવા માટે ભારે લાંબી લાઈનો જોવા મળી રહી છે જેના કારણે આર.ટી.ઓ કચેરીનું કાર્યભાર ખૂબ વધી જવા પામ્યો છે કચેરી નો કાર્યભાર નો બોજ હળવો કરવા માટે સરકાર દ્વારા હાલમાં જ એક પરિપત્ર ક્રમાંક એમ વી એ/કામગીરી/આઈ ટી આઈ/7409 મુજબ જાહેર કરીને લર્નિંગ લાઇસન્સ આપવા માટે હવે જિલ્લાની દરેક આઈ.ટી.આઈ માં એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે જે માટે વલસાડ જિલ્લામાં પણ આવેલી છ જેટલી આઈટીઆઈમાં કેન્દ્ર ટૂંક જ સમયમાં કાર્યરત થઈ જશે જ્યારે આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સ આપવાનો બંધ કરવામાં આવશેBody:સરકાર દ્વારા હાલમાં જ વાહન વ્યવહાર ના નિયમો ને વધુ કડક બનાવી લોકોને કાયદાનું પાલન કરવાની ફરજ પડી રહી છે જે કારણે જેમની પાસે અત્યાર સુધી લાયસન્સ ન હતું એવા અનેક ગ્રાહકો હવે આરટીઓ કચેરી ખાતે લાયસન્સ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે અને અચાનક જ આરટીઓ કચેરી ખાતે છેલ્લા એક માસથી લાયસન્સ બનાવવા માટે લોકોની જંગી જનમેદની અને લાંબી કતારો જોવા મળી રહી છે જેના કારણે આરટીઓ કચેરી રવિવારે પણ ચાલુ રાખવાની સરકારને ફરજ પડી રહી છે આ પ્રકારનું કાર્યબોજ વધી જવાને કારણે સરકાર દ્વારા વધુ એક પગલું ભરતાં એક પરિપત્ર જાહેર કરી આગામી દિવસમાં દરેક જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં લર્નિંગ લાયસન્સ આપવા માટે એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે જે માટે દરેક જિલ્લામાં આ પરિપત્ર ની જાણકારી આપી દેવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ છ તાલુકામાં આવેલા આઈ.ટી.આઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં પણ લર્નિંગ લાઇસન્સ માટે વિશેષ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે

જોકે પરિપત્ર અનુસાર લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે આવનાર તમામે પ્રતિ લાયસન્સ છે રૂપિયા 100 જેટલું મહેનતાણું આઈ.ટી.આઈ ને આપવાનું રહેશે અને આ માટે આઈટીઆઈ ના દરેક ઇન્સ્ટ્રક્ટર અને આચાર્યને લોગ-ઈન અને પાસવર્ડ આઇડી આપવામાં આવશે વળી લર્નિંગ લાઇસન્સ ની કામગીરી માટે ઓટોમોબાઇલ અને મેકેનિક ટ્રેડના કર્મચારીને ટેસ્ટીંગ ઓફિસર તરીકે નિમવા ના રહેશેConclusion:આ સમગ્ર બાબતે વાતચીત કરતા ટેલિફોનિક વાતચીતમાં પારડી આઇટીઆઇના આચાર્ય એ જણાવ્યું કે તેમને ઉપરી કચેરી થી આ પરિપત્ર બાબતે જાણકારી આપવામાં આવી છે તેમજ આવતીકાલે એટલેકે તારીખ 11 ના રોજ લર્નિંગ લાઇસન્સ ના કેન્દ્ર શરૂ કરવા માટે તેમને આરટીઓ કચેરી ખાતે એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવશે ની જાણકારી તેમને આવી હતી સાથે સાથે તેમણે તે પણ જણાવ્યું હતું કે આરટીઓ કચેરીની કામગીરી હળવી થશે પરંતુ આઈ.ટી.આઈ કેન્દ્રનો ભુજ આ કામગીરીને કારણે વધી જશે
Last Updated : Oct 10, 2019, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.