વલસાડ: શહેર નજીકમાં આવેલ મગોદ ડુંગરી ગામમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેથી ડુંગરી ગામમાં રહેતા રમેશભાઈ ટંડેલના ઘરે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ઘર નજીકમાં આવેલ કડગલીનું તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. વૃક્ષ ઘર પર ધરાશાયી થતાં ઘરને નુકસાન પહોચ્યું હતુ. મહત્વનું છે કે, જ્યારે ઘટના બની તે સમયે ઘરના સભ્યો આગળના રૂમમાં બેઠા હતા. સદનસીબે કોઈને ઈજાઓ થઈ ન હતી.
હવામાન વિભાગ દ્વારા બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
- વલસાડ મગોદ ડુંગરીમાં તોતિંગ વૃક્ષ ઘર પર ધરાશાયી થયુ
- વરસાદને પગલે ધરતીપુત્રો ખુશખુશાલ થયા
હવામાન વિભાગ દ્વારા બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાના સમાચારો સામે આવી રહ્યાં છે. આ ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘર ઉપર પડેલા ઝાડની ડાળીઓ દૂર કરી હતી. હજુ ગઈ કાલે જ કવાલ ખાંડા કુવા ફળીયા 6 ઘરને નુકશાન પહોંચ્યું હતું.