આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં કુલ પાંચ હજાર રૂપિયાની સહાય સગર્ભા બહેનોને આપવામાં આવે છે. આ અંગે રેલી યોજી યોજના વિશે ગ્રામજનોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં સગર્ભા બહેનોને માટે ઉપરી આહાર તથા સગર્ભા બહેનો 6 મહિના પુરા કરી 7માં મહિનામાં પ્રવેશ કરે, ત્યારે લેવામાં આવતા આહાર, દેખભાળ વગેરે વિશે સમજણ કેળવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કપરાડાના સીડીપીઓ ઘટક 1,2,3 અને આંગણવાડી કાર્યકર બહેનો, તેમજ અન્ય કર્મચારી, અધિકારીગણ તથા ગામની બહેનો હાજર રહ્યા હતા.