ETV Bharat / state

શર્મસાર: મામાએ ભાણી પર એસિડ એટેક કર્યો - મામાએ ભાણી પર એસીડ એટેક કર્યો

વલસાડ: જિલ્લામાં વાપીના ચલા વિસ્તારમાં રહેતી અને દમણની રાધિકા કંપનીમાં આસિસ્ટન્ટ HR તરીકે ફરજ બજાવતી યુવતી ઉપર તેમના દૂરના મામાએ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ચહેરાના ભાગે એસિડ ફેંકી ગંભીર રીતે દઝાડી મુકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ એસિડ એટેકનો ભોગ બનનાર યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે કંસ બની એસિડ એટેક કરનાર મામો ફરાર થઈ જતાં પોલીસે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મામાએ ભાણી પર એસીડ એટેક કર્યો
author img

By

Published : Nov 8, 2019, 12:25 AM IST

વાપીના ચલા વિસ્તારમાં રહેતી અને દમણની રાધિકા કંપનીમાં આસીસ્ટંટ HR તરીકે ફરજ બજાવતી એક યુવતી મંગળવારે અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગઇ હતી. આ અંગેની જાણ રાધિકા કંપનીમાં ન થાય તે માટે પરિવાર અને સાથે રહેતા દૂરના મામા થતા ચંદનસિંહ અજયસિંહ રાજપૂતને જણાવ્યું હતું. પરંતુ યુવતી જ્યારે પરત ઘરે ફરી ત્યારે ચંદન સિંગ રાજપૂત તેના મોબાઈલથી કંપનીના અન્ય મિત્રને જણાવી રહ્યા હતા.

તે વાત યુવતી સાંભળી જતા યુવતીએ અને તેમના પિતાએ ચંદનસિંહને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ આરોપી યુવતીના રૂમમાં ધુસી યુવતીનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બૂમાબૂમ કરતાં આરોપી ચંદનસિંહે બાથરૂમમાંથી એસિડની બોટલ લાવી યુવતીના મોઢા ઉપર એટેક કર્યો હતો. જેથી તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેથી યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જ્યારે એસિડ એટેક કરનાર મામા ચંદન સિંહ આ ઘટનાને અંજામ આપી નાસી છૂટયો હતો.

શર્મસાર: મામાએ ભાણી પર એસિડ એટેક કર્યો

સમગ્ર ઘટના અંગે હાલ તેમનો પરિવાર હતપ્રભ છે. એસિડ એટેકમાં ભોગ બનનાર યુવતીની બહેને જણાવ્યું હતું કે, હાલમાં પીડિતાની હાલત ગંભીર છે. અમે સારવાર તો કરાવીએ છીંએ પરંતુ પીડિયાનો ચહેરો પહેલાં જેવો કરવા જેટલા રૂપિયા નથી. માટે અમને સરકાર મદદ કરે અને જેણે આ કૃત્ય કર્યું છે તેને સરકાર આકરી સજા કરે જેથી બીજીવાર કોઈપણ વ્યક્તિ એવો હુમલો કરતા પહેલા કાયદાથી ડરે.

જે હોસ્પિટલમાં યુવતીની સારવાર ચાલી રહી છે. તે હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટીવ ડૉ. હસમુખ લાટાએ જણાવ્યું કે, એસિડ એટેકમાં યુવતીના ચહેરાના, ગાળાના અને છાતીના ભાગે થર્ડ ડીગ્રી બર્ન્સ છે. હાલ ICUમાં સારવાર હેઠળ છે. અમે તેને સતત ઓબ્ઝર્વેશનમાં રાખી ટ્રીટમેન્ટ આપીએ છીએ તેની આંખની નીચેના ભાગે પણ ગંભીર ઇજાઓ છે. ચહેરા પરની રિકવરી તો લાંબી ટ્રિટમેન્ટ બાદ જ જાણી શકાશે.

જયારે સમગ્ર ઘટના અંગે વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ અંગે વલસાડ DYSP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પીડિતાને ન્યાય મળે તે માટે આરોપીને ઝડપવા તાજવીજ હાથ ધરવમાં આવી છે. હાલ આરોપી ફરાર છે.

Intro:વાપી :- વલસાડ જિલ્લાના વાપીના ચલા વિસ્તારમાં રહેતી અને દમણની રાધિકા કંપનીના આસિસ્ટન્ટ HR તરીકે ફરજ બજાવતી યુવતી ઉપર તેમની સાથે રહેતા દૂરના મામાએ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ચહેરાના ભાગે  એસીડ ફેંકી ગંભીર રીતે દઝાડી મુકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ એસિડ એટેકનો ભોગ બનનાર યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે કંસ બની એસિડ એટેક કરનાર મામો ફરાર થઈ જતા પોલીસે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.Body:વાપીના ચલા વિસ્તારમાં રહેતી અને દમણની રાધિકા કંપનીમાં આસીસ્ટંટ HR તરીકે ફરજ બજાવતી સબનમ નામની યુવતી મંગળવારે અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે ગઇ હતી. આ અંગેની જાણ રાધિકા કંપનીમાં ન થાય તે માટે પરિવાર અને સાથે રહેતા દૂરના મામા થતા ચંદનસિંહ અજયસિંહ રાજપૂતને જણાવ્યું હતું. પરંતુ યુવતી જ્યારે પરત ઘરે ફરી ત્યારે ચંદન સિંગ રાજપૂત તેના મોબાઈલથી  કંપનીના અન્ય મિત્રને જણાવી રહ્યા હતા 

તે વાત યુવતી સાંભળી જતા તેણીએ ચંદનસિંહને ઠપકો આપ્યો હતો અને તેની વાત પિતા વિરેન્દ્ર સિંહને પણ કરતા પિતા વિરેન્દ્રસિંહે પણ ચંદનસિંહ ઠપકો આપ્યો હતો તે પછી યુવતી પોતાના રૂમમાં સૂતી હતી. ત્યારે ચંદનસિંહ તેમની રૂમમાં પ્રવેશીને પહેલા ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો તે બાદ યુવતીએ જાગી જતા અને બૂમાબૂમ કરતાં ચંદનસિંહે બાથરૂમમાંથી એસિડની બોટલ લાવી યુવતીના   મોઢા ઉપર એટેક કર્યો હતો. જેથી તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. જ્યારે એસિડ એટેક કરનાર ચંદન સિંગ આ ઘટનાને અંજામ આપી નાસી છૂટયો હતો. 

સમગ્ર ઘટના અંગે હાલ તેમનો પરિવાર હતપ્રભ છે. એસિડ એટેકમાં ભોગ બનનાર યુવતીની બહેન કાજલ સિંઘે જણાવ્યું હતું કે હાલમાં તે ગંભીર હાલતમાં છે. અમે સારવાર તો કરાવીએ છીએ પરંતુ તેમનો ચહેરો એકદમ સારો કરવા જેટલા પૈસા નથી. એ માટે અમને સરકાર મદદ કરે અને જેણે આ કૃત્ય કર્યું છે. તેને સરકાર આકરી સજા કરે જેથી બીજીવાર કોઈપણ વ્યક્તિ એવો હુમલો કરતા પહેલા કાયદાથી ડરે.

જે હોસ્પિટલમાં યુવતીની સારવાર ચાલી રહી છે. તે હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટીવ ડૉ. હસમુખ લાટાએ જણાવ્યું હતું કે એસિડ એટેકમાં યુવતીના ચહેરાના, ગાળાના અને છાતીના ભાગે થર્ડ ડીગ્રી બર્ન્સ છે. હાલ ICU માં સારવાર હેઠળ છે. અમે તેને સતત ઓબ્ઝર્વેશન માં રાખી ટ્રીટમેન્ટ આપીએ છીએ તેની આંખની નીચેના ભાગે પણ ગંભીર ઇજાઓ છે. ચહેરા પરની રિકવરી તો લાંબી ટ્રિટમેન્ટ બાદ જ જાણી શકાશે તેવું જણાવ્યું હતું.

જયારે સમગ્ર ઘટના અંગે વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ અંગે વલસાડ DYSP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે ભોગ બનનાર યુવતીને ન્યાય મળે તે માટે આરોપીને ઝડપવા તાજવીજ હાથ ધરી છે. હાલ આરોપી ફરાર છે. તે બિહારના હોઈ તેના સગા સંબંધીઓને પણ આ અંગે જાણકારી આપવા જણાવ્યું છે. યુવતીની હાલત ગંભીર ખતરાથી બહાર છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે એસિડ એટેકનો ભોગ બનનાર યુવતીએ BA સુધીની અભ્યાસ કર્યો છે. અને તેની દમણની જોબથી અન્ય કંપનીમાં વધુ પગાર મળે તે આશયથી તે અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. અને તેને જોબ પણ મળી ગઈ હતી. જ્યાં બીજે દિવસે તે જવાની હતી. પરંતુ નાની અમથી નારાજગીએ મામાને કંસ મામા બનાવી દેતા એસિડ એટેકનો ભોગ બની  હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છે.

Bite 1, કાજલ સિંહ, ભોગ બનનાર યુવતીની બહેન

Bite 2, હસમુખ લાટા, ચીફ એડમિનિસ્ટ્રેટીવ, જનસેવા હોસ્પિટલ, વાપી

Bite 3, મયંકસિંહ ચાવડા, DYSP, વલસાડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.