ETV Bharat / state

વરસાદના કારણે શાળાનો જર્જરીત ભાગ ધરાશાયી, વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા - primary school room collapsed

વલસાડમાં વરસાદના પગલે (Rain in Gujarat)કાંજણ રણછોડ ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાનો ભાગ તૂટી પડતાં વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા(primary school room collapsed ) હતા તે સમયે શાળાનું છજ્જુ પડતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણકારી મળતા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતની ટિમ સ્થળ ઉપર પહોંચી હતી.

વરસાદના કારણે શાળાનો જર્જરીત ભાગ ધરાશાયી, વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા

author img

By

Published : Jul 8, 2022, 5:41 PM IST

વલસાડઃ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો છે. વલસાડના કાંજણ રણછોડ ગામમાં વરસાદી માહોલને પગલે જર્જરિત શાળાનું આગળનું છજજૂ તૂટી પડતાં (primary school room collapsed)વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. 155 જેટલા વિદ્યાર્થીઓ આ જર્જરીત પ્રાથમિક શાળામાં (Kanjan Ranchod Primary School )ભણતા હતા અને શાળા શરૂ થતાં જ થોડા સમય બાદ વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં બેઠા હતા તે જ સમયે શાળાનું છજ્જુ પડતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયો હતો. તુરંત જ એસએમસીના સભ્યો સ્કૂલે દોડી આવ્યા હતા.

પ્રાથમિક શાળાના ઓરડાનો ભાગ તૂટી પડતાં

શાળાનું આગળનું છજજૂ તૂટી પડ્યું - ગામના આગેવાનો પણ તુરંત શાળાએ પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના હોલમાં શિફ્ટ કર્યા હતા. નસીબ જોગે કોઈ પણ વિદ્યાર્થી કે શિક્ષકને ઈજા પહોંચી નથી કારણકે જ્યારે આ છજ્જુ પડ્યું ત્યારે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર ભણી રહ્યા હતા. મોટાભાગે શાળાઓમાં ભોજન સમયે બાળકોને ઓટલે ભોજન અર્થે બેસાડવા આવે છે જો ભોજન સમયે જો આગળનું છજ્જુ પડ્યું હોત તો મોટી ઘટના કાજણ રણછોડ ગામે બની હોત.

આ પણ વાંચોઃ Gujarat Rain Update : બંધારો છલકાતા લોકોના હૈયે આનંદની હેલી

વિદ્યાર્થીઓને વાલીઓને સોંપી દેવાયા - આ ઘટના અંગે જાણકારી શિક્ષણ વિભાગને થતા જ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ શિક્ષણ વિભાગ તરફથી શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓને વાલીઓને સોંપી દેવાનો હુકમ કરાયો છે અને રજા જાહેર કરવા જણાવ્યું છે. કાંજણ રણછોડ ગામે સ્કૂલના ઓટલા પરનું છજ્જુ તૂટી પડવાની ઘટનાને ગંભીરતા પૂર્વક લેતા ગામના આગેવાનો અને એસએમસીના સભ્યોએ મિટિંગ યોજી આગળની રણનીતિ નક્કી કરી છે.

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સાર્વત્રિક અઢી ઇંચથી વધુ વરસાદ

બાળકોને ગ્રામ પંચાયત હોલમાં ખસેડાયા - અચાનક બનેલી ઘટનાને પગલે ડરી ગયેલ બાળકોને મોટાભાગના વિધાર્થીઓને તાત્કાલિક ગ્રામ પંચાયત હોલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતની ટિમ સ્થળ ઉપર પહોંચી હતી. આમ અચનક બનેલી ઘટનામાં કોઈ જાનહાની બની નહી પણ મોટી હોનારત તળી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.