પારડી તાલુકાના સોંઢલવાડા ગામે શુક્રવારે વહેલી સવારે ઈશ્વરભાઈ ભંડારીને ઘર આંગણે બાંધેલા વાછરડાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાની જાણ ઈશ્વરભાઈએ ગામના સરપંચને કર્યા બાદ સરપંચે વનવિભાગને સમગ્ર બાબતની જાણકારી આપી હતી.
જેના બાદ જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટનાને ગંભીરતાપુર્વક લઈ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.