ETV Bharat / state

લ્યો બોલો...જોતજોતામાં જ કુવો થઈ ગયો ગાયબ - Khadakval village Well Sank

કપરાડા તાલુકામાં વરસાદના (Rain in Khadakval) હર્ષ સાથે નારાજગી સામે આવી છે. કપરાડાના ખડકવાળ ગામે વરસાદી માહોલ વચ્ચે એક કુવો જમીનમાં ધસી ગયો છે. કુવા વાત વાયુવેગે ફેલાતા (Khadakval village well sank) લોકો કુવો જોવા દોડી આવે છે.

લ્યો બોલો : વરસાદી માહોલ વચ્ચે કુવો જમીનમાં ધસી ગયો!

author img

By

Published : Jul 7, 2022, 3:41 PM IST

વલસાડ : કપરાડા તાલુકામાં હાલ વાવણી લાયક વરસાદ (Rain in Khadakval) થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે, ત્યારે વધુ વરસાદને કારણે કેટલાક સ્થળે નારાજગી પણ જોવા મળી રહી છે. કપરાડા તાલુકાના ખડકવાળ ગામે વરસાદી માહોલમાં (Khadakval village Well Sank) આખે આખો કુવો જમીનમાં ધસી ગયોનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો : Monsoon Gujarat 2022: વાપી રેલવે અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

પીવા માટે એક માત્ર કુવો - ખડકવાળ ગામે સુંદર ફળિયામાં રેહતા લોકો માટે આ કૂવો પીવાના પાણીનું એક માત્ર સાધન હતું. એવો જીવાદોરી સમાન કુવો વરસાદી માહોલમાં જમીનમાં ધસી પડ્યો છે. જેને પગલે સ્થાનિકોને પીવાના પાણીની મુશ્કેલી પડી શકે એમ છે. ગત રોજ શરૂ થયેલા વરસાદમાં અચાનક જ કુવાની દિવસ સહીત કુવો જમીનમાં બેસી ગયો છે. ફળિયામાં આવેલા એક માત્ર કુવો વરસાદી (Well Moved into Ground in Rain) માહોલમાં ધસી જવાની ઘટના અંગેની વાયુવેગે વાત ફેલાતા અનેક સ્થળેથી લોકો જોવા માટે પહોંચી આવે છે.

આ પણ વાંચો : દરિયા દેવ પણ કૃષ્ણ ના પગ પંપાળવાની કરી રહ્યા છે કોશિશ, જૂઓ VIDEO

ઇલેક્ટ્રિક મોટર પણ દબાણી - સુંદર ફળિયામાં આવેલા 15થી વધુ ઘરોના લોકો (Well in Rain) પીવાના પાણીના ઉપયોગ માટે કુવાનો ઉપયોગ કરે છે. જોકે આજે વરસાદી માહોલ વચ્ચે કૂવો ધસી પડતા હવે સ્થાનિકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, પીવાના પાણી માટે ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી મેળવતા હતા. અચાનક કૂવો ધસી જતા મોટર પણ અંદર દબાઈ ગઈ હતી. જેને પગલે હવે ચોમાસા દરમિયાન પીવાનું પાણી ક્યાંથી મેળવવું તે પણ એક પ્રશ્ન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.