ETV Bharat / state

ધરમપુરના મોહપાડા ઘાટ પરથી જીપ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત 9 ઘાયલ

વલસાડઃ જિલ્લાના ધરમપુરના મોહપાડા નજીક જીપ ચાલકે ઘાટ ઉપર કાબૂ ગુમાવતા જીપ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ઊંડી ખીણમાં જીપ ખાબકતા 2ના મોત જયારે 9ને ઈજાઓ થતા પહેલા ધરમપુર અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

VLD
author img

By

Published : Jul 7, 2019, 10:56 AM IST

સાંજના સમયે ધરમપુર નજીકમાં આવેલ મોહપાડા ગામે મૂળભાટા ઘાટ ઉપર જીપ ચાલકે કાબૂ ગુમાવતા જીપ ઘાટ ઉપરથી પલટી 150 ફૂટ ઊંડી ઉતરી ગઈ હતી. જેમાં સવાર 10થી વધુ લોકો પૈકી જીપ ચાલક ગંગાભાઈ દેવુભાઈ ચૌહાણ અને સોમીબેન થોરાટનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ત્યાર બાદ 6 લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

ધરમપુરના મોહપાડા ઘાટ ઉપરથી જીપ 150 ફૂટ ખીણમાં પલટી

નોંધનીય છે કે, હાલ ચોમાસા દરમિયાન અંતરિયાળ અને ડુંગરિયાળ વિસ્તારમાં આવેલ ઘાટ રોડ ઉપર વાહનો ખૂબ સાવધાની પૂર્વક ચલાવવા જોઈએ નહીં તો અન્યની જિંદગી પણ જોખમમાં મુકાય છે. મોહપાડા નજીક અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે.

Intro:ધરમપુરના મોહપાડા નજીક જીપ ચાલકે ઘાટ ઉપર કાબુ ગુમાવતા જીપ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી 2 ના મોત જયારે 9 ને ઈજાઓ થતા પ્રથમ ધરમપુર અને તે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા Body:કપરાડા ના મુલગામના સાગપાડા અને ચીચપાડા ફળીયા માં રહેતા તુલસીભાઈ થોરાતની પુત્રી પ્રભાબવન ધરમપુર ખાતે આવેલ મોટીકોસબાડી ગામે રહેતા ઈશ્વર ભાઈ રાઉત સાથે પ્રેમલગ્ન કરી લેતા બંને પરિવાર વચ્ચે સમાધાન બેઠક માટે તુલસીભાઈ થોરાટ ગંગાભાઈ દેવુભાઈ ચૌહાણ ની જીપ નંબર એમ એચ 23 ઇ 869 માં સવાર થઈ 10 લોકો મોટી કોસબાડી ગામે આવવા માટે નીકળ્યા હતા ત્યારે સાંજ ના છેડે ધરમપુર નજીકમાં આવેલ મોહપાડા ગામે મૂળભાટા ઘાટ ઉપર જીપ ચાલકે કાબુ ગુમાવતા જીપ ઘાટ ઉપર થી પલટી 150 નીચે ઉતરી ગઈ હતી જેમાં સવાર 10 થી વધુ લોકો પૈકી જીપચાલક ગંગાભાઈ દેવુભાઈ ચૌહાણ અને સોમીબેન થોરાટ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને તે બાદ 6 લોકોને વલસાડ સીવિલ હોસ્પિટલ માં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા Conclusion:નોંધનીય છે કે હાલ ચોમાસા દરમ્યાન અંતરિયાળ અને ડુંગરિયાળ વિસ્તારમાં આવેલ ઘાટ રોડ ઉપર વાહનો ખૂબ સાવધાની પૂર્વક ચલાવવા જોઈએ નહીં તો અન્ય ની જિંદગી પણ જોખમમાં મુકાય છે મોહપાડા નજીક અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.