વલસાડ: કોચવાડા ગામે આંબાવાડીના ખેતરમાં ઘાસ કાપી રહેલા મજૂરોને દીપડાના બે બચ્ચાઓ મળી આવ્યા હતા. આ અંગે મજૂરોએ આ બાબતે ગામના સરપંચને જાણ કર્યા બાદ સરપંચે સમગ્ર હકીકત અંગે જંગલ વિભાગને જાણ કરી હતી.
આ બાદ જંગલ વિભાગની ટીમ ત્યાં પહોંચી આ બંને બચ્ચાઓને હેમખેમ કબ્જે લીધા હતા. હવે ફરીથી આ બંને બચ્ચા દીપડી સુધી પહોંચે તેની કામગીરી જંગલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
વલસાડ તાલુકાના કોચવાડા ગામે ભરતસિંહ ઠાકોરના ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવ્યા હતા. આંબાવાડીમાં મજૂરો ઘાસ કાપતા હતા, તે દરમિયાન બચ્ચાઓ હાથમાં આવી ગયા હતા.
મજૂરે ગામના સરપંચને જાણ કરી હતી. જે બાદ ગામના સરપંચે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે બનાવની તપાસ કરી રહ્યા છે. દીપડી ફરી બચ્ચાઓને લેવા માટે આવે તેના પ્રયાસો ચાલુ કર્યા છે.
ઉલ્લેનીય છે કે, વલસાડ તાલુકાની આસપાસમાં શેરડીના ખેતરો અને આંબાવાડીઓ તેમજ ભારતના જંગલો વધુ પ્રમાણમાં આવેલાં હોવાથી આ વિસ્તારમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ સમયાંતરે અહીં જોવા મળી રહ્યા છે. થોડા દિવસ અગાઉ પણ વલસાડ નજીકના એક ગામમાંથી બે બચ્ચા મળી આવ્યા હતા. જેને પણ બાદમાં શેરડીના ખેતરમાં મુકતા દીપડી પરત લઈ ગઈ હતી.