ETV Bharat / state

ચૈત્રી નવરાત્રીમાં કરો આ રીતે માતાજીની આરાધના - gujarat news

કાલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દિવસો માતાજીના નવ સ્વરૂપોની આરાધનાના ઉત્તમ દિવસો છે. જે અંગે વલસાડ જિલ્લાના જાણીતા આચાર્ય રજનીકાંત જોશીએ ETV Bharatના દર્શકોને માતાજીની આરાધનાનું મહત્વ અને કઈ રીતે પૂજા અર્ચના કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ચૈત્રી નવરાત્રીમાં કરો આ રીતે માતાજીની આરાધના

author img

By

Published : Apr 12, 2021, 7:20 PM IST

Updated : Apr 12, 2021, 10:24 PM IST

  • નવરાત્રી માતાજીની આરાધનાના દિવસો છે
  • આત્મકલ્યાણ માટે આ શ્રેષ્ઠ દિવસો છે
  • હવન, ઉપવાસ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે
    નવરાત્રી માતાજીની આરાધનાના દિવસો છે

વલસાડઃ કોરોનાના કાળમાં કાલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ નવ દિવસ માત્ર નવ રાત્રી નહિ પરંતુ માતાજીની આરાધનાની નવ રાત્રી છે. માતાજીની આરાધના અનેક ભાવ, જ્ઞાન સ્ત્રોત, ધાર્મિક પરંપરા અનુસાર કરવામાં આવે છે. જે અંગે આચાર્ય રજનીકાંત જોશીએ તેનું મહત્વ અને આરાધના કઈ રીતે કરવી તે જણાવ્યું હતું.

નવરાત્રી માતાજીની આરાધનાના દિવસો છે
નવરાત્રી માતાજીની આરાધનાના દિવસો છે

આ પણ વાંચોઃ 13 એપ્રિલથી નવરાત્રિની થશે શરૂઆત

સમસ્ત બ્રહ્માંડમાં માતાજીનું દૈવી સ્વરૂપ અને તેનું આધ્યાત્મિક વિજ્ઞાન સમજવું એ દરેક ભક્ત માટે જરૂરીઃ આચાર્ય

આચાર્ય રજનીકાંત જોશીએ જણાવ્યું હતું કે, સમસ્ત બ્રહ્માંડમાં માતાજીનું દૈવી સ્વરૂપ અને તેનું આધ્યાત્મિક વિજ્ઞાન સમજવું એ દરેક ભક્ત માટે જરૂરી છે. નવરાત્રી નવ દૈવી સ્વરૂપ માતાજીની આરાધનાનું પર્વ છે. જેમાં પ્રથમ દિવસે શૈલપુત્રી દૈવી સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટા દૈવી સ્વરૂપની પૂજા થાય છે. ચોથા દિવસે કુષ્માંડ દૈવી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની માતા, જ્યારે આઠમાં દિવસે મહાગૌરી માતાની પૂજા કરવામાં આવે છે. જ્યારે 9માં નોરતે સિધ્ધીદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે.

આત્મકલ્યાણ માટે આ શ્રેષ્ઠ દિવસો છે
આત્મકલ્યાણ માટે આ શ્રેષ્ઠ દિવસો છે

નવ દિવસ સુધી ઘરમાં દીવો પ્રગટાવવો

આ નવે નવ દિવસ માટે માતાજીના સ્વરૂપ અલગ છે પરંતુ તેમની પૂજા-આરાધના કરવાની રીત એકસમાન છે. જેમાં નવ દિવસ સુધી ઘરમાં દીવો પ્રગટાવવો, માતાજીની સ્થાપના કરવી અને સંકલ્પ લેવો જોઈએ.

આ પણ વાંચોઃ નવરાત્રિ વિશેષ: શું કરવું અને શું ન કરવું

નવ દિવસ જપ-ધ્યાન, ઉપવાસ કરવા

ભક્તોએ નવ દિવસ સતત માતાજીના અલગ અલગ સ્વરૂપના નામનું સ્મરણ કરવું, તેને લગતા જે શ્લોક છે તેનું પઠન કરવું. જપ-ધ્યાન કરવા, ઉપવાસ કરવા ઉપવાસ માટે પણ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માત્ર પાણી આરોહીને ઉપવાસ કરવા, ફળાહાર કરીને ઉપવાસ કરવા અથવા તો એક સમયે ફળાહાર, એક સમયે ભોજન લઈને ઉપવાસ કરવા. જો કે આ નવ દિવસના ઉપવાસ દરમ્યાન માંસાહાર, લસણ, કાંદા જેવા તેજ આહારનો ત્યાગ કરવો જોઈએ.

હવન, ઉપવાસ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે

શક્તિપીઠમાં જઇ માતાજીની આરાધના કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે

આરાધના સમયે જો શક્ય હોય તો હવન યજ્ઞ કરવો, જેમાં સપ્તમી, અષ્ટમીના હવનનું અનેકગણું મહત્વ છે. નવરાત્રીના અંતિમ દિવસે ઉદ્યાપન હવન કરવો. માતાજી 16 સ્વરૂપે છે. જે દરેક ધાર્મિક પ્રસંગો મુજબ તેની આરાધના કરવામાં આવે છે. આ દિવસે જેટલા પણ શક્તિપીઠ છે તે શક્તિપીઠમાં જઇ માતાજીની આરાધના કરવાથી પણ અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

નવ દિવસ સુધી ઘરમાં દીવો પ્રગટાવવો
નવ દિવસ સુધી ઘરમાં દીવો પ્રગટાવવો

આત્મકલ્યાણ માટે આ દિવસોને ઉત્તમ દિવસો ગણવામાં આવ્યા છે

ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધનાના શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસોમાં દરેક મનુષ્ય પોતાના કલ્યાણ માટે આરાધના, ઉપવાસ, મહાપૂજા, હવન કરશે તો તેને શ્રેષ્ઠ શક્તિ પ્રાપ્ત થાય છે. આત્મકલ્યાણ માટે આ દિવસોને ઉત્તમ દિવસો ગણવામાં આવ્યા છે.

Last Updated : Apr 12, 2021, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.